ચોરીની મોટર સાઈકલ વેચવા ફરતા બે ઘરફોડ ચોર ઝડપાયાં

પ્રતીકાત્મક તસવીર:ચોરીની મોટર સાઈકલ વેચવા ફરતા બે ઘરફોડ ચોર ઝડપાયાં

ચોરીની મોટર સાઈકલ વેચવા ફરતા બે ઘરફોડ ચોર ઝડપાયાં

પ્રતીકાત્મક તસવીર:ચોરીની મોટર સાઈકલ વેચવા ફરતા બે ઘરફોડ ચોર ઝડપાયાં
પ્રતીકાત્મક તસવીર:ચોરીની મોટર સાઈકલ વેચવા ફરતા બે ઘરફોડ ચોર ઝડપાયાં

 

પાદરા તથા વડું પોલીસ સ્ટેશન ની હદ ના ગામોમાં થયેલ ઘરફોડ ચોરી ના ગુનાઓ ના કામે રીઢા ઘરફોડિયા ચોરી ને એલસીબી પોલીસે રૂપિયા 5,50,800ના મુદ્દામાલ કબ્જે કરી ચાર ઘરફોડીયા ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરી બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

એલસીબી પોલીસને બે ઈસમો ચોરીનું શંકાસ્પદ હીરો કંપનીનું આઈ સ્માર્ટ મોટર સાયકલ લઇને વેચવા માટે આમોદ તરફથી કરજણ તરફ આવી રહેલ છે.

જે બાતમીના આધારે કરજણ મિયાગામ ત્રણ રસ્તાથી મીયાગામ કરજણ જવાના રોડ પર નર્મદા કેનાલ પાસે મોટર સાયકલ લઇ આવતા બંને ઈસમોની મોટર સાયકલ પર કોઈ રજીસ્ટ્રેશન નંબર લગાવેલ ન હતો. આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતા તપાસ કરતા મોટર સાયકલ ખંદેરાવપુરા, તા. પાદરાના હિતેષ રણજીત જાદવનું જણાવ્યું હતું.

પકડાયેલ ખાલિદ વલીભાઈ પટેલ તેમજ વિજય વિનોદ વસાવા, નવીનગરી – આમોદની ધનિષ્ઠ પૂછ પરછ કરતા 15 દિવસ પહેલા ખંદેરાવપુરા ગામે ખેતરમાં બે ઘરોમાં તેમજ ઘંટીવાળા મકાનમાંથી સોના – ચાંદીના દાગીના, રોકડા તેમજ મોટર સાયકલ ચોરી કરીને તેના મિત્ર વિજય વિનોદ વસાવા મારફતે ઓળખીતા સોની પાસે ઓગાળી રની બનાવેલ હોવાનું જણાવેલ હતું.

જે અત્રે ઘર ફોડ ચોરીનો ગુનો પાદરા પોલીસ મથકે નોંધાયો હતો.

તદઉપરાંત પાદરા નજીક આવેલ કેનાલ પાસે ઘરમાંથી ચોરી થયેલ હોવાની ગુનો નોંધાયો હતો.

પાંચ મહિના અગાઉ પાદરા જંબુસર હાઇવે ઉપર કુરાલ સાંપલા બે મકાનમાં ચોરી કરી હતી.

જેની ફરિયાદ વડું પોલીસ મથકે નોંધાઇ હતી. પકડાયેલ બંને આરોપી સામે વરણામા – ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પણ ગુના નોંધાયેલા હતા.

તેમજ અંતરિયાળ ગામોમાં રહેણાંક મકાનોમાં મધ્ય રાત્રિમાં તિજોરીની ચાવી શોધી સોના – ચાંદી તથા રોકડા ચોરી કરીને તેઓના મિત્ર મારફતે સોનીને આપી ઓગાળીને રની બનાવી દેતા હતા.

પાદરા- વડું પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ 4 ઘરફોડ ચોરીના ગુનાઓને શોધવામાં સફળતા મળી હતી.

પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ
પોલીસે સોનાની રની નંગ-2, 80 ગ્રામ કી. – 4,50,000, સોનાની ચેઇન 1 – 50,000, રોકડા – 10,300, મોટર સાયકલ – 20,000, મોબાઈલ નંગ – 3 કી.- 20,500 મળી કુલ 5,50,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp