સીંગવડના સુડિયામા પશુ ચરાવવા મામલે તકરાર, ચારે ભેગા મળી એકને લાકડીઓ ફટકારી

પ્રતીકાત્મક તસવીર:સીંગવડના સુડિયામા પશુ ચરાવવા મામલે તકરાર, ચારે ભેગા મળી એકને લાકડીઓ ફટકારી

સીંગવડના સુડિયામા પશુ ચરાવવા મામલે તકરાર, ચારે ભેગા મળી એકને લાકડીઓ ફટકારી

પ્રતીકાત્મક તસવીર:સીંગવડના સુડિયામા પશુ ચરાવવા મામલે તકરાર, ચારે ભેગા મળી એકને લાકડીઓ ફટકારી
પ્રતીકાત્મક તસવીર:સીંગવડના સુડિયામા પશુ ચરાવવા મામલે તકરાર, ચારે ભેગા મળી એકને લાકડીઓ ફટકારી

 

 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે જંગલમાં પશુઓ ચરાવવા મામલે તકરાર થઈ હતી.

ચાર ઈસમોએ ભેગા મળી એક વ્યક્તિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવાઈ છે.

યુવક જંગલ માંથી ઘરે પરત આવતો હતો

સીંગવડ તાલુકાના સુડીયા ગામે ખોબરા ફળિયામાં રહેતાં કલ્પેશભાઈ વરસીંગભાઈ બારીયા પોતાના ઉપર વાસ જંગલમાં આવેલા ખેતરમાંથી પરત ઘરે આવતાં હતાં.

તે સમયે ગામમાં રહેતાં દિનેશભાઈ લીંમજીભાઈ બારીયા, ચીરાગભાઈ દિનેશભાઈ બારીયા, ભીમજીભાઈ લાલજીભાઈ બારીયા અને ગીરીશભાઈ ભીમજીભાઈ બારીયા કલ્પેશભાઈને રસ્તામાં મળ કલ્પેશભાઈએ પુછેલ કે, ગામના બધા લોકોના પશુઓ જંગલનું ઘાસ ચરે છે

તો તેઓને તમે કશુ કહેતા નથી અને અમારા ગાય – બળદો જંગલમાં ઘાસ ચરી જાય ત્યારે અમારા છોકરાઓને તમે કેમ ગાળો બોલો છો ?

લાકડીઓ,ગડદાપાટુ મારી ઈજાઓ પહોંચાડી

તેમ કહેતાં ચારેય જણા એકસંપ થઈ પોતાની સાથે લાકડીઓ લઈ આવી કલ્પેશભાઈને પગ ભાંગી નાંખો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે કલ્પેશભાઈને માર મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કલ્પેશભાઈ વરસીંગભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp