પાટણમાં નવરાત્રીનો યુવાઓમાં થનગનાટ, અંબાજીમાં સવારે 9-00 થી 10-30 ઘટ સ્થાપન થશે

પ્રતીકાત્મક તસવીર:પાટણમાં નવરાત્રીનો યુવાઓમાં થનગનાટ, અંબાજીમાં સવારે 9-00 થી 10-30 ઘટ સ્થાપન થશે

કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે નવરાત્રી પર્વને ઉજવવા યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

આદ્યશક્તિ માં અંબાના નવલા નોરતા માં ગરબે રમવા પાટણ શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે મંદિરો અને સોસાયટીઓમાં નવરાત્રીની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.

સોમવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.

ત્યારે નવ દિવસ શક્તિ મંદિરો અને ચાચાર ચોક કુંભ સ્થાપન સાથે માતાજીના ગરબાઓની રામઝટ જામશે. અંબાજી મંદિરમાં સવારે 9-00 થી 10-30 ઘટ સ્થાપન કરાશે.

જિલ્લામાં ગરબા મંડળના ચાચર ચોકમાં મા અંબાની માંડવડીયોની સ્થાપના કરાશે.

જ્યારે વઢીયાર અને ચોરાડ વિસ્તારમાં લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાઓની રમઝટ જામે છે.

પાટણમાં લીમ્બચ માતાની પોળમાં નવદુર્ગા અને બટુકોનું પૂજન કરી નવરાત્રીનો પ્રારંભ થશે

પાટણ શહેરના સાલવીવાળા વિસ્તારમાં લીમ્બચ માતાની પોળમાં બિરાજમાન આદ્યશક્તિ લીમ્બચ માતા ના સાનિધ્યમાં અનોખી રીતે નવરાત્રી પર્વનો પ્રારંભ કરવામાં આવે છે

પ્રથમ નવરાત્રી એ માતાજીના ચાચર ચોકમાં નવ બાળકીઓનીે નવદુર્ગાના સ્વરૂપે અને પાંચ બાળકોની બટુક સ્વરૂપે મહોલાના રહિશો દ્વારા પૂજા કર્યા બાદ માતાજીના ગરબા નો પ્રારંભ કરવામાં આવે છે

સાતમના દિવસે માતાજીના નવ ખંડની પલ્લી ભરવામાં આવે છે

આ ઉપરાંત શ્રદ્ધાપૂર્વક માનતા ના ગરબાઓ પણ કરવામાં આવે છે. જ્યારે ગુર્જરવાડા વિસ્તારમાં નવરાત્રી દરમિયાન દોરી ગરબાનું અનેરુ મહત્વ છે.

પાટણ શહેરમાં આ સ્થળે શેરી ગરબાની રમઝટ જામશે

શહેરના હીંગળાચાચાર ચોક, આયુસટેનમેન્ટ, પાયલપાર્ક, તિરૂપતિ બગલોઝ, યશનગર, સારથી નગર, ગુર્જરવાડો, મલ્હાર બગલોઝ, પ્રાર્થના વિહાર, જોગીવાડો, મારુતિ નગર- શ્રી નગર ડુપ્લેક્સ, તિરૂપતિ ટાઉનશીપ, ખોડાભાહોલ વાળીનાથ ચોક પદ્મનાભ ચાર રસ્તા, સાઈબાબા નગર સોસાયટી,

ઝીણીપોળ, લિબચ્ચ માતાજીની પોળ, અનાવાડા અંબાજી મંદિર જીમ ખાના પાછળ સાહિતની સોસાયટીમાં નવલા નોરતાની નવ દિવસ ઓર્કેસ્ટ્રા અને ડીજે સાઉન્ડના તાલે ગરબા રમી ઉજવણી કરવામાં આવશે.

પાટણ શહેરમાં પાંચ સ્થળે ક્લબોમાં ગરબા

પાટણ શહેરમાં ખોડાભા હોલ ખાતે હેરીટેજ ગરબા પદ્મનાભ ચોકડી પાસે ગરબા ક્લબ ગોલાપુર ખાતે રમશે પાટણ ગરબા અને ભૈરવ મંદિર રોડ પર પાંજરાપોળ ગ્રાઉન્ડમાં રણકાર જ્યારે વાળીનાથ ચોક જવાના રોડ પર રંગતાળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણ શહેરમાં આ સ્થળે શેરી ગરબાની રમઝટ જામશે

શહેરના હીંગળાચાચાર ચોક, આયુસટેનમેન્ટ, પાયલપાર્ક, તિરૂપતિ બગલોઝ, યશનગર, સારથી નગર, ગુર્જરવાડો, મલ્હાર બગલોઝ, પ્રાર્થના વિહાર, જોગીવાડો, મારુતિ નગર- શ્રી નગર ડુપ્લેક્સ, તિરૂપતિ ટાઉનશીપ, ખોડાભાહોલ વાળીનાથ ચોક પદ્મનાભ ચાર રસ્તા, સાઈબાબા નગર સોસાયટી,

ઝીણીપોળ, લિબચ્ચ માતાજીની પોળ, અનાવાડા અંબાજી મંદિર જીમ ખાના પાછળ સાહિતની સોસાયટીમાં નવલા નોરતાની નવ દિવસ ઓર્કેસ્ટ્રા અને ડીજે સાઉન્ડના તાલે ગરબા રમી ઉજવણી કરવામાં આવશે.

મંડળો દ્વારા સજાવટના સામાનની ખરીદી

ગ્રામિણ વિસ્તારોમાં બે વર્ષ પછી નવરાત્રિ મંડળોના સંચાલકો દ્વારા મોટાભાગે નવો સામાન ખરીદવામાં આવી રહ્યો છે.

આ વર્ષે શેરી-મહોલ્લા પોળ તેમજ સોસાયટી અને જાહેર સ્થળો પર આ પર્વમાં મૈયાના સ્થાનક અને ચોકની સજાવટ માટે વિવિધ ડીઝાઈનોવાળા તોરણો લાઈટીંગવાળા ઝુમ્મરો, રંગબેરંગી ઝરીવાળા તોરણો લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. તો મં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp