પાટણમાં પ્રથમ નોરતે યુવાધન હિલોળે ચડ્યું, શહેરના 5 સ્થળોએ મોટા પાયે ગરબાનું આયોજન

પ્રતીકાત્મક તસવીર:પાટણમાં પ્રથમ નોરતે યુવાધન હિલોળે ચડ્યું, શહેરના 5 સ્થળોએ મોટા પાયે ગરબાનું આયોજન

પાટણમાં પ્રથમ નોરતે યુવાધન હિલોળે ચડ્યું, શહેરના 5 સ્થળોએ મોટા પાયે ગરબાનું આયોજન

પ્રતીકાત્મક તસવીર:પાટણમાં પ્રથમ નોરતે યુવાધન હિલોળે ચડ્યું, શહેરના 5 સ્થળોએ મોટા પાયે ગરબાનું આયોજન
પ્રતીકાત્મક તસવીર:પાટણમાં પ્રથમ નોરતે યુવાધન હિલોળે ચડ્યું, શહેરના 5 સ્થળોએ મોટા પાયે ગરબાનું આયોજન

 

આદ્યશક્તિ મા જગદંબા – ભવાનીના નવલાં નોરતાંનો આજથી આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે.

ત્યારે પાટણ જિલ્લામાં અને શહેર શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે.

પ્રથમ નોરતે મહોલ્લા પોળ અને સોસાયટીઓમાં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી.

જેમ જેમ નવલા નોરતા ના દિવસો આગળ વધશે એમ નવલા નોરતાનો રંગ જામશે.

ગરબાની રમઝટ જામશે

આ નવ દિવસ દરમિયાનમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા – અર્ચના સાથે ભોળાભાવે ગુણગાન ગાવામાં આવે છે.

આજથી શરૂ થતાં નવલાં નોરતાંમાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાની શક્તિ એવી ભક્તિ મુજબ નોરતાંની શરૂઆત થઈ ગઈ છે.

નોરતાં યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે નવ દિવસ સુધી અવનવા વસ્ત્ર – અલંકારોથી સજી-ધજીને ગરબે રમવા થનગની રહ્યાં આ વર્ષે શેરી ગરબાના જ આયોજનો થયા છે.

જેના કારણે વાલીઓને પણ રાહત થઈ છે. શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓ શેરીઓમાં નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત થઈ છે

જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ ગરબાની રમઝટ જામશે.

યુવાધન હિલોળે ચડ્યું

પાટણ શહેરના હિંગળાચાચાર ચોક માં માતાજીની પ્રતિમા ની સ્થાપન કરી આરતી કરવામાં આવી હતી.

તો શહેરના ઝીણી પોળમાં રામજી મંદિરે નાના બાળકો દ્વારા માતાજીનો ગબ્બર બનાવી તેના ઉપર માતાજીનું સ્થાપન કરી આરતી ઉત્તરી ગરબાની શરૂઆત કરી હતી.

બાળકોએ આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. પાટણ શહેરના 5 સ્થળો ઉપર મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યાં માતાજીનું સ્થાપન કરી માતાજીની આરતી કરી નવરાત્રી ન શરૂઆત કરવામાં આવી હતી.

જ્યાં યુવાનો, યુવતીઓ ગરબે રમતી જોવા મળી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp