સરસ્વતીના મોટા નાયતામાં બસ ઊભી નહીં રાખતાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ

પાટણ શિહોરી હાઈવે પર મોટા નાયતા બસસ્ટેન્ડ એસટી બસ ઊભી ન રહેતા વિધાથીર્ઓને શાળા – કોલેજે સમયસર ન પહોંચતા વિધાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચે છે.
જેને લઈને સરસ્વતી તાલુકાના મોટા નાયતા બસસ્ટેન્ડ પાસે વિધાર્થીઓએ સોમવારે સવારે પાંચ જેટલી એસટી બસો રોકી બસ રોકો આંદોલન કરી એસટી વિભાગ સમક્ષ નાયતા બસસ્ટેન્ડ એસટી બસ ઊભી રાખવા માંગ કરવામાં આવી હતી.
વિધાર્થીઓ દ્રારા બસો રોકી હાઈવે ચક્કાજામ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
અરવિંદજી ઠાકોર કોલેજ વિધાર્થીએ જણાવ્યું હતું કે એક સપ્તાહથી નાયતા બસસ્ટેન્ડ પાસે એસટી બસ ઊભી ન રહેતા સમયસર શાળાએ પહોંચી શકતા નથી.
અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વિધાર્થીઓનું સાંભળતા નથી.
ના છુટકે બસો રોકી દેખાવો કરવો પડ્યો હતો