38 દિવસ પછી કોરોનાની સારવારમાં શક્તિપુરાના 22 વર્ષના યુવાનનું મોત

છેલ્લા 38 દિવસ પછી કોરોનાએ શક્તિપુરના યુવાનનો ભોગ લીધો છે. યુવાનને શ્વાસ લેવામાં તકલીફની સાથે સાથે તાવ, શરદીની બિમારી હતી.
ગત તારીખ 21મીએ યુવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
અને તેજ દિવસે યુવાનનું મોત નિપજ્યું હતું. જિલ્લામાં કોરોનાના નવા 4 કેસની સામે સારવારથી વધુ 15 દર્દીઓ સાજા થયા છે.
જિલ્લામાં ગત ઓગસ્ટ માસમાં કોરોનાના બે દર્દીઓના મોત નિપજ્યા હતા.
જ્યારે તેની સરખામણીએ ચાલુ માસમાં હજુ સુધી કોરોનાનો એક દર્દીનું મોત નિપજ્યું છે. ગત તારીખ 17મી, ઓગસ્ટમાં મનપા વિસ્તારમાંથી દર્દીનું મોત નિપજ્યું હતું.
જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના શક્તિપુરા ગામના 22 વર્ષીય યુવાનને ગત તારીખ 17મી, સપ્ટેમ્બરના રોજ શરદી-ખાંસી અને તાવની બિમારી થતાં સ્થાનિક તબિબની દવા લાવતો હતો.
જોકે શરદી-ખાંસી બિમારીએ ગંભીર સ્વરૂપ લેતા યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
જોકે યુવાનને કોરોનાની સારવાર મળે તે પહેલાં જ તેની જીવનરેખા અટકી પડી. યુવાનના મોતને પગલે ચાલુ માસમાં કોરોનાથી પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો છે.
જિલ્લામાં કોરોનાના નવા કેસમાં મનપા વિસ્તારમાંથી સેક્ટર-19ના 94 વર્ષીય મહિલા, 77 વર્ષીય મહિલા, સેક્ટર-30ની 26 વર્ષીય યુવતી કોરોનામાં સપડાયા છે.
જ્યારે તેની સામે પાંચ દર્દીઓ સાજા થયા છે. ઉપરાંત જિલ્લા પંચાયતના આરોગ્ય સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર તાલુકાના અડાલજનો 42 વર્ષીય યુવાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.