સાયબર ગઠિયાઓએ બેન્કમાંથી લોકોના 7.25 કરોડ સેરવી લીધા

રાજયની વિવિધ બેંંકના ખાતેદારોના ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાની ઘટના બની રહી છે.
વિવિધ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ફ્રોડ કરીને 31 ઓક્ટોબર 2021 સુધીમાં રૂ. 7.25ની રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું.
સરકારે એવો પણ ખુલાસો કર્યો હતો કે, આ કૌભાંડ કરનારા 144 આરોપીને ઓળખી કાઢવામાં આવ્યા છે.
બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ફ્રોડ
કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પ્રશ્ન પૂછયો હતો
કે, 31 ઓકટોબર, 2021 સુધીમાં આઇડેન્ટીફાય થયેલ આરોપીઓએ કેટલા રૂપિયા ઓનલાઇન ઉપાડી લીધા અને તે પૈકી કેટલા પાછા મેળવીને મૂળ માલિકોને પરત કરાયા હતા.
સરકારે કહ્યું કે, 31 ઓક્ટોબર, 2021 સુધીમાં ગઠિયાઓએ 7.25 કરોડની રકમ ઓનલાઈન ફ્રોડ કરી ઉપાડી લીધી છે.
આમાંથી અંદાજે રૂ. 89 લાખ પરત મેળવવામાં આવ્યા છે
અને તેમાંથી પણ લગભગ 85 લાખ મૂળ માલિકને પરત કરાયા છે.
અમદાવાદ, સુરતમાં 3 વર્ષમાં 1391 ગુના
2018થી 2020 દરમિયાન ગુજરાતના મોટા શહેર જેવા કે અમદાવાદમાં 804 અને સુરતમાં 587 મળી કુલ 1391 ગુના દાખલ થયા હતા.
અમદાવાદના આંકડા જોઈએ તો 2018માં 212, 2019માં 171 અને 2020માં 421 સાયબર ક્રાઈમના ગુના દાખલ થયા હતા.
જેમાં 29. 3 ટકા કેસમાં પોલીસે આરોપીઓને પકડીને ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.