અમદાવાદમાં રખડતાં ઢોર પકડવાની જવાબદારી હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીના શીરે

અમદાવાદમાં રખડતાં ઢોર પકડવાની જવાબદારી હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીના શીરે

અમદાવાદમાં રખડતાં ઢોર પકડવાની જવાબદારી હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીના શીરે

અમદાવાદમાં રખડતાં ઢોર પકડવાની જવાબદારી હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીના શીરે
અમદાવાદમાં રખડતાં ઢોર પકડવાની જવાબદારી હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીના શીરે

 

અમદાવાદમાં રખડતા ઢોર પકડવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાના કારણે

ભાજપના સત્તાધીશો પણ વિભાગના અધિકારીથી નારાજ હતા. હાઇકોર્ટ પણ અવારનવાર ફટકાર લગાવતી હતી ત્યારે સીએનસીડી વિભાગનો HOD તરીકેનો હવાલો સંભાળતા નરેશ રાજપુત અને સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડો.પ્રતાપસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે.

છેલ્લા કેટલાય સમયથી બંને અધિકારીઓ સીએનસીડી વિભાગમાં યોગ્ય રીતે રખડતા ઢોર પકડવાની કામગીરી કરાવી શકતા ન હતા.

વિભાગમાં ભ્રષ્ટાચાર અને રખડતા ઢોર પકડવાની કામગીરીમાં નિષ્ફળતાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હર્ષદ સોલંકીને સીએનસીડી વિભાગનો હવાલો સોંપાયો

નરેશ રાજપૂતને સસ્પેન્ડ કરવામાં આવતા રખડતા ઢોર પકડવાની કામગીરીમાં સીએનસીડી વિભાગના HOD તરીકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને તેમની કામગીરી ઉપરાંત વધારાનો સીએનસીડી વિભાગનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરી અને સીએનસીડી વિભાગના એચઓડી તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી હર્ષદ સોલંક ને આપી છે

જેથી હવે વિભાગના તમામ કર્મચારીઓએ તેઓની દેખરેખ હેઠળ કામગીરી કરવાની રહેશે.

નરેશ રાજપુત અને ડો. પ્રતાપ રાઠોડ બંનેને સસ્પેન્ડ
સીએનસીડી વિભાગમાં એચઓડી તરીકે ફરજ બજાવતા નરેશ રાજપૂતની કામગીરી નબળી હોવાને લઈ અવારનવાર ભાજપના સત્તાધીશો સ્ટેન્ડિંગ કમિટી તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં કડક કાર્યવાહી માટે તેઓને સુચના આપતા હતા છતાં

પણ સીએનસીડી વિભાગમાં કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.

આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ નરેશ રાજપુત અને સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રતાપ રાઠોડ બંનેને સસ્પેન્ડ કર્યા છે.

કમિશનરે પરિપત્ર કરી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને વધારાની કામગીરી તરીકે સીએનસીડીનો એચઓડી તરીકેનો હવાલો સોપ્યો છે.

ત્યારે પશુઓના સાર સંભાળ માટે કાંકરિયા ઝુના આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડો. દિવ્યેશ પ્રજાપતિને સીએનસીડી વિભાગમાં વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.

 

હાઇકોર્ટની ફટકાર બાદ સૌથી વધુ ઢોર એક જ દિવસમાં પકડવાની શરૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ સૌથી વધુ ઢોર એક જ દિવસમાં પકડવાનું શરૂઆત કરવામાં આવી હતી.

જે 150 સુધી પહોંચ્યા હતા પરંતુ હવે દિવસે તેમાં ઘટાડો થઈ રહ્યો છે હવે 70 થી 80 જેટલા જ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જે પણ બાઈક લઈને માલધારીઓ અડચણરૂપ બને છે અને તેઓ સામે કડક કાર્યવાહી તેમ જ જે રીતે ફિલ્ડમાં કામગીરી થવી જોઈએ તેવી કામગીરી કરવામાં આવતી નથી.

તેના પગલે હવે કડક કાર્યવાહી માટે હર્ષદ સોલંકીને એચઓડી તરીકેનો હવાલો આપી કામગીરી સોંપાઈ છે

ત્યારે હવે કેટલા ઢોર પકડાય છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp