મહુધા કોર્ટે ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ બનેલા ત્રણ પતિઓને સજા ફટકારી

મહુધા કોર્ટે ત્રણ જુદા જુદા ભરણપોષણના કેસ મામલે પત્નીને ભરણપોષણ ના આપનર પતિદેવોને સજા ફટકારી છે.
મહુધા તાલુકાના અલીણાની યુવતીના લગ્ન રતનપુરના યુવક સાથે થયેલા હતા લગ્ન બાદ તેણીને એક સંતાન થયું હતું.
ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે મેળ ના ખાતા તેણીની પિયર આવી ગઈ હતી
અને ખાધા ખોરાકી માટે મહુધા કોર્ટમાં કેસ દાખલ કરતા મહુધા કોર્ટે તેણીના 1500 અને સંતાનને 500 મળી રૂપિયા 2 હજાર ખાધાખોરાકી ચૂકવવા માટે હુકમ કર્યો હતો.
પરંતુ પતિ આ રકમ ચૂકવતા ના હોય પરિણીતાએ પોતાના વકીલ મારફતે મહુધા કોર્ટમાં ખાધાખોરાકીની રકમ વસૂલ કરવા માટે કેસ દાખલ કર્યો હતો.
પરંતુ પતિ કોર્ટમાં એક વખત હાજર થયા બાદ વારંવારના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છતાં તેઓ હાજર થતો નહતો.
જેથી મહુધા કોર્ટના ન્યાયાધીશે અરજદારના વકીલની દલીલો ધ્યાનમાં રાખી કુલ બાકી નીકળતા રૂપિયા 18 હજાર ચૂકવવા પતિને 90 દિવસની સાદી કેસની સજા ફટકારી છે.
અન્ય બનાવની વિગતો જોઈએ તો અલીણામાં રહેતી યુવતીના લગ્ન મોરજના યુવક સાથે થયા હતા
લગ્નના થોડા દિવસ સુધીનું લગ્નજીવન સુખમય બન્યું હતું
પરંતુ ત્યારબાદ પતિ પત્ની વચ્ચે મનમેળ ના મળતા તેઓ પિયરમાં આવી ગઈ હતી
અને પોતાના વકીલ મારફતે ખાધાખોરાકીનો કેસ દાખલ કરતા કોર્ટે રૂપિયા 2500 માસિક નક્કી કર્યા હતા
જોકે આ રકમ પતિ આપતા ના હોય તેઓની પત્નીએ મહુધા કોર્ટમાં પોતાના વકીલ મારફતે આ રકમ રિકવરી માટે કેસ દાખલ કર્યો હતો.
પતિને નોટિસ મળી હોવા છતાં તેઓ કોર્ટમાં હાજર થતા ન હતા કોર્ટે 22 મહિનાની બાકી ખાધાખોરાકી એટલે કે રૂપિયા 55 હજાર ચૂકવવામાં નિષ્ફળ બનેલા પતિને 220 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.
80 દિવસની સાદી કેદ ની સજા ફટકારી
ત્રીજા બનાવની વાત કરીએ તો મહુધા તાલુકાના વડથલ ગામની યુવતીના લગ્ન આણંદમાં રહેતા યુવક સાથે થયા હતા.
લગ્ન કરી સાસરીમાં આવેલી પરિણીતાનુ શરૂઆતનું લગ્ન જીવન સુખમય હતું તેના ફળ રૂપે તેને ત્રણ સંતાનો થયા હતા.
જોકે, બાદમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ના મળતા પતિએ પત્નીને ત્રાસ આપતા તે પિયરમાં ચાલી આવી હતી.
બાદમાં તેણે મહુધા કોર્ટમાં ભરણ પોષણનું દાવો દાખલ કર્યો હતો. ત્રણ સંતાનો અને પોતે અરજદારને મળી કોર્ટે રૂપિયા 2500 માસિક ભરણપોષણ નક્કી કર્યું હતું
જોકે બાદમાં ભરણ પોષણ વધારવા માટે અરજી કરતા આ અરજીને પણ કોર્ટે માન્ય રાખી રૂપિયા 1 હજારનો વધારો કર્યો હતો
એટલે કે ત્રણ સગીર સંતાન અને અરજદાર પત્નીને રૂપિયા 3500 દર મહિને ચૂકવવાનું હુકમ થયો હતો.
પરંતુ આ રકમ ચૂકવવા માટે પતિ નિષ્ફળ જતા કોર્ટમાં આ રકમ મેળવવા માટે દાવો કર્યો હતો
અરજદારના વકીલ દ્વારા મહુધા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર નીસહાય છે.
મુશ્કેલીમાં હોવા છતાં કોર્ટે નક્કી કરેલ રકમ ચૂકવવા તેના પતિ નિષ્ફળ ગયા છે
માટે તેમના પતિ સામે કાર્યવાહી થવી જોઈએ આ તમામ બાબતો ધ્યાનમાં રાખી મહુધા કોર્ટના ન્યાયાધીશે આરોપી પતિને 80 દિવસની સાદી કેદ ની સજા ફટકારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચુકાદાના દિવસે આ ત્રણેય પતિદેવો કોર્ટમાં હાજર ન રહ્યા હતા.
આથી કોર્ટે તેમના સામે બિનજામીનપત્ર વોરંટ પણ ઇસ્યુ કર્યું છે.