નડિયાદના પીપલગ પાસે હાઈવે પર દોડતી કારમાં ભયાનક આગ ભભૂકી, ચાલકનો આબાદ બચાવ

છેલ્લા લગભગ બે દિવસથી તાપમાનનો પારો ઊંચે ચઢ્યો છે. તો વળી ગતરાત્રે અસહ્ય ગરમીના કારણે નડિયાદના પીપલગ પાસેના હાઈવે પરથી પસાર થતી એક કાર હીટ વાગી જતા કાર જોતજોતામાં ભડભડ સળગી ઉઠી હતી.
આ બનાવમા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે.
નડિયાદ ફાયરબ્રિગેડે પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો છે.
જોકે કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ છે.
કારમાં એકાએક આગ લાગી
નડિયાદના પીપલગ ગામ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરાના નેશનલ હાઇવે નંબર 48 પર બુધવારની મોડીરાતે પસાર થતી એક અલ્ટીકા ગાડીમાં આગ લાગી હતી.
વડોદરાથી અમદાવાદ તરફ જતી આ કારમાં એકાએક આગ લાગતા ચાલકે કારને હાઈવેની સાઈડમા અટકાવી બહાર નીકળી ગયા હતો.
આસપાસના લોકોએ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.
આગ લાગવાનું કારણ અકબંધ
આ બાદ કારમા લાગેલ ભિષણ આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ભારે જહેમત બાદ આ લાગેલ આગ કાબુમાં આવી હતી. પરંતુ સંપૂર્ણ કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
આ બનાવમા કોઈ જાનહાનિ સર્જાઈ નહી. ચાલકનો આબાદ બચાવ થયો છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
આ કાર GJ 23 આણંદ પાસીંગની હોવાનુ સામે આવ્યું છે.