દાહોદની યુવતીને લગ્નની લાલચ આપી 19 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું

દાહોદ શહેરના બસ સ્ટેશન સામે યાદવ ચાલમાં રહેતા યુવાને 21 વર્ષીય નોકરીયાત યુવતી લગ્નની લાલચ આપી તેના મિત્રના ભાડાના મકાનમાં લઈ જઈ 19 દિવસ સુધી યુવતીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા.
ત્યાર બાદ યુવકે લગ્ન કરવાની ના પાડી તેની સાથે ઠગાઇ કરી હતી.
આ સંદર્ભે યુવતીની ફરિયાદના આધારે એ ડીવીઝન પોલીસે દુષ્કર્મ અને ઠગાઇનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાહોદ બસ સ્ટેશન સામે યાદવ ચાલમાં રહેતો જીગ્નેશ પ્રવીણ મિસ્ત્રીએ તેના દાહોદની એક ડેન્ટલ કલીનીકમાં નોકરી કરતી 21 વર્ષિય યુવતીને લગ્નની લાલચ આપી
તા.20 ઓગસ્ટના રોજ સાંજે જીવનદીપ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા તેના મિત્રના ત્યાં લઈ ગયો હતો.
તા.9 સપ્ટેમ્બર સુધી 19 દિવસ સુધી તેને તે મકાનમાં રાખી યુવતીની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
પરંતુ યુવતીએ લગ્ન કરવાનું નામ લેતો ન હતો જેથી તે યુવતીએ જીગ્નેશને લગ્ન કરવા પર દબાણ વધારતા તેને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી યુવતી સાથે ઠગાઈ કરી હતી.
જેથી ભોગ બનનાર યુવતીએ જીગ્નેશ પ્રવીણ મિસ્ત્રી વિરૂધ્ધ દાહોદ બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ અને ઠગાઈનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.