મેઘરજમાં અજાણ્યા શખ્સોએ પાવડર જેવો પદાર્થ નાખી બે મહિલાઓને બેભાન કરી, 3 લાખના દાગીના લઈ ફરાર

કોઈપણ ગામ શહેર કે સોસાયટી વિસ્તારમાં અજાણ્યા ઈસમો દ્વારા કોઈને કોઈ બહાના બતાવી કેફી પદાર્થ સુંઘાડીને લૂંટ ચલાવવાની ઘટના બનતી હોય છે.
ત્યારે આવી જ એક ઘટના મેઘરજ નગરમાં બનવા પામી છે.
મેઘરજ નગરના ગોકુલનાથજી મંદિર વિસ્તારમાં રહેતા બે મહિલાઓ ઘરે હતી.
એ સમય દરમિયાન એક શખ્સ તેઓના ઘર પાસે આવ્યો ઘરે બે મહિલાઓ એકલી હતી
અને આ શખ્સો દ્વારા મહિલાઓને કૈક પૂછવા લાગ્યા. આ બંને મહિલાઓ કાઈ પણ બોલે એ પહેલાં કેફી પાવડર જેવો પદાર્થ બંને પર નાખ્યો જેથી બંને મહિલાઓ બેભાન બની ગઈ હતી.
બંને મહિલાઓના ઘરમાંથી આ અજાણ્યા શખ્સો રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિત 3 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.
જ્યારે આ મહિલાઓને ભાન આવ્યું ત્યારે આસપાસના લોકોને બોલાવી સમગ્ર હકીકત જણાવી અને મેઘરજ પોલીસમાં જાણ કરી હતી.