ગુજરાતના પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ખેડાની દીકરીનો કીર્તિરથ

પ્રતીકાત્મક તસવીર:ગુજરાતના પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ખેડાની દીકરીનો કીર્તિરથ

ગુજરાતના પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ખેડાની દીકરીનો કીર્તિરથ

પ્રતીકાત્મક તસવીર:ગુજરાતના પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ખેડાની દીકરીનો કીર્તિરથ
પ્રતીકાત્મક તસવીર:ગુજરાતના પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ખેડાની દીકરીનો કીર્તિરથ

 

ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં તીરંદાજી માટે પ્રેક્ટીસ કરી રહી છે

પ્રેમિલા બારૈયા. જેઓ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાથી આવતી પ્રેમિલાએ આર્ચરીની સફર સૌ પ્રથમ પંચમહાલની આશ્રમશાળાથી કરી હતી.

ત્યારબાદ ખેલ મહાકુંભ પ્રેમિલાનું જીવન જ બદલી નાખ્યું. ખેલ મહાકુભમાં સારા પ્રદર્શન બાદ 2015માં તેમણે નડિયાદ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રમાં એડમિશન લીધું.

જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર પ્રેમિલાના સપના પૂર્ણ કરવા માટે આશીર્વાદરૂપ બન્યું.

પ્રેમિલાએ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રમાં જોડાયા બાદ સૌ પ્રથમ “ગોવા ગેમ્સ”માં ભાગ લીધો જ્યાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

ત્યારબાદ તેમણે કોરિયા ખાતે યુથ ગેમ્સમાં ભાગ લઇ ઇન્ડિયા માટે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો.

ઓલમ્પિક રમતમાં પ્રેમિલા ટોપ 10માં 8માં ક્રમે રહી હતી

તીરંદાજીમાં ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાનું સ્વપ્ન સેવતી પ્રેમિલાએ પોતાની તૈયારી ચાલુ રાખી.

2017માં બેંકકોક ખાતે રમાયેલ એશિયા કપમાં પ્રેમિલાએ સિલ્વર મેડલ મેળવી ભારતને ખુબ પ્રસિદ્ધિ અપાવી. 2019 ગુજરાતની આ દીકરીએ બર્લિન યુનિવર્સિટી રમતમાં ભાગ લીધો હતો.

ત્યારબાદ ઓલમ્પિક રમતમાં પ્રેમિલા ટોપ 10માં 8માં ક્રમે રહી હતી.

પોતાની તીરંદાજીથી સૌને ચોંકાવનાર પ્રેમિલા આગામી નેશનલ ગેમ્સમાં ખુબ જ મહેનત કરી રહી છે.

નેશનલ ગેમ્સમાં તીરંદાજીમાં જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ ખાતેથી 24 જેટલા રમતવીરો ભાગ લેશે

પ્રેમિલાના માતા-પિતા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ખેતીનો વ્યવસાયે કરે છે.

આજે તેઓના ખેડૂત પિતાએ રમત ગમત ક્ષેત્રે દીકરીની આ ઉપલબ્ધી જોઈ ખુબ જ ગર્વ અનુભવી રહ્યા છે.

ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું પોતાની માતાનું સપનું સાકાર કરવા પ્રેમિલા કટીબદ્ધ છે.

ભારતમાં 6 વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત ખાતે યોજાનાર નેશનલ ગેમ્સમાં તીરંદાજી (આર્ચરી)માં જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ ખાતેથી 24 જેટલા રમતવીરો ભાગ લેશે.

જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ ખાતે આર્ચરીમાં એક્સપર્ટ કોચ તરીકે મંગલસિંહ ચેમ્પિય, નંદ કિશોર, હેડ કોચ ઓમપ્રકાશ તેમજ કોચ જગદીશ ભીલ રમતવીરોને માર્ગદર્શન તથા ઉત્સાહ પૂરો પાડી રહ્યા છે.

દરરોજ 8-10 કલાકની ટ્રેનિંગ રમતવીરો આર્ચરીના મેદાનમાં કરી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp