લુણાવાડામાં સ્વ-સહાય જુથની બહેનોને વિવિધ યોજનાઓના ચેક વિતરણ કરવામાં આવ્યાં

પ્રતીકાત્મક તસવીર:લુણાવાડામાં સ્વ-સહાય જુથની બહેનોને વિવિધ યોજનાઓના ચેક વિતરણ કરવામાં આવ્યાં

લુણાવાડામાં સ્વ-સહાય જુથની બહેનોને વિવિધ યોજનાઓના ચેક વિતરણ કરવામાં આવ્યાં

પ્રતીકાત્મક તસવીર:લુણાવાડામાં સ્વ-સહાય જુથની બહેનોને વિવિધ યોજનાઓના ચેક વિતરણ કરવામાં આવ્યાં
પ્રતીકાત્મક તસવીર:લુણાવાડામાં સ્વ-સહાય જુથની બહેનોને વિવિધ યોજનાઓના ચેક વિતરણ કરવામાં આવ્યાં

 

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ બાવન પાટીદાર સમાજ ઘર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોની બહેનોને વિવિધ યોજનાના ચેક વિતરણનો કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે.

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના 271 સ્વ સહાય જૂથ સખીમંડળની બહેનોને વિવિધ યોજના અંતર્ગત રૂ.192.70 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનુ કામ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે.

મહીસાગર જિલ્‍લાએ મહેસૂલ, માર્ગ-મકાન, આરોગ્‍ય, પાણી-પુરવઠા, ઊર્જા, શિક્ષણ અને પ્રવાસનની સાથે અનેકવિધ ક્ષેત્રોમાં સર્વગ્રાહી, સર્વાંગી અને સાતત્‍યપૂર્ણ વિકાસની એક નવી કેડી કંડારી વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે.

જિલ્લાની બહેનોને આર્થિક રીતે સઘ્ઘર કરવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમા મુકી છે.

તથા તેમને નાણાકીય મદદ પહોચે તે સુનિશ્ચિત કર્યુ છે.

આ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સતત પ્રયત્નશીલ છે.

સરકારની ઉજવલ્લા યોજના થકી બહેનોને ઘુમાડામાંથી મુકત કરી છે.

રાજય કક્ષાનો કાર્યક્રમ લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાનો અને મોટી સંખ્યામા સખીમંડળની બહેનોએ નિહાળ્યો હતો.

આ પ્રસંગે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઠાકોરે સ્વાગત પ્રવચન કર્યું હતું.

અને જિલ્લા લાઈવલીહુડ મેનેજર શ્રીહજુરીએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના અંતે મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સખીમંડળની બહેનોની સ્ટોલની મુલાકાત લીઘી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી લાખાણી, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન, તાલુકા પંચાયત પ્રમુખ જયોતીકાબેન, બેંક ઓફ બરોડા ચીફ ઓફિસર, ખેતીવાડી અધિકારી, સહીત મોટી સંખ્યામા સખીમંડળની બહેનોની ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp