ગોધરામાં ચોરીની બાઇક સાથે એક શખ્સ ઝડપાયો

ગોધરામાં આજથી એક અઠવાડિયા પહેલાં ગોધરાની સિવિલનાં કંપાઉન્ડમાંથી એક બાઇકની ચોરી થવા પામી હતી.
જેની અેલસીબી પીઅાઇ જે.અેન. પરમાર દ્વારા નેત્રમ કમાંડ એન્ડ કન્ટ્રોલનાં સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીની ઓળખ મેળવી હતી.
અેલસીબી પીઅાઇને બાતમી મળી કે ગોધરાના ચેતનદાસ પ્લોટમાં રહેતો ઉમર ફારુક અલસાઅે ચોરી કરેલી બાઇક લઇને ગોધરાના સરદાર નગર ખંડ તરફ અાવનાર છે.
તેવી બાતમીના અાધારે અેલસીબી પોલીસે શહેરના સરદારનગર ખંડ ખાતે નાકાબંધી કરી હતી.
ઉમર અલસા ચોરીની બાઇક લઇને અાવતાં પોલીસે તેને બાઇક સાથે પકડી પાડયો હતો.
તેની પુછપરછ કરતાં તેને બાઇકની ચોરી ગોધરાના સિવિલના કમ્પાઉન્ડમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં ગોધરાના અે ડિવિઝન પોલીસ મથકની બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.