સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પરથી દારુની લે-વેચ કરનારા શખ્સો ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર:સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પરથી દારુની લે-વેચ કરનારા શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પરથી દારુની લે-વેચ કરનારા શખ્સો ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર:સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પરથી દારુની લે-વેચ કરનારા શખ્સો ઝડપાયા
પ્રતીકાત્મક તસવીર:સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પરથી દારુની લે-વેચ કરનારા શખ્સો ઝડપાયા

 

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી અનેક ગામોમાં વિદેશી દારૂ પસાર થતો હોવાની અને સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દરરોજ દારૂની હેરાફેરીથી અને દારૂ ઝડપાતો હોવાનું સામે આવી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર સાયલાના સુદામડા નેશનલ હાઈવે ઉપર આવેલા થોરિયાળી પાસે રાજકોટનો એક વ્યક્તિ દારૂ સાથે ઝડપાયો હતો.

પોલીસે આરોપી પાસેથી વેગેનાર ગાડી, 64 નંગ વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ મળી કુલ રૂ. 96 હજાર 100નો મુદ્દામાલ સાયલા પોલીસે જપ્ત કર્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકો અને નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારૂઓની બેફામ રીતે હેરાફેરી થઈ રહી હોવાનું હાલમા પુરવાર થયું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રોજ-બરોજ સુરેન્દ્રનગર નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુદામડા ગામની પાસે આવેલા સુદામડા ગામના પાટીયા પાસે વિદેશી દારૂ ભરેલી વેગેનાર કાર ઝડપાઈ છે.

કુલ રુપિયા 96 હજાર 100નો મુદ્દામાલ જપ્ત હાલમાં દારૂની હેરાફેરીમાં રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનની પાસે રહેતો આકાશ બસેરા નામનો વ્યક્તિ ઝડપાઈ ગયો છે.

ત્યારે તપાસ કરતા આ વ્યક્તિ રામજીભાઈ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા બાદ પોતે વિદેશી દારૂની હેરાફેરીમાં જોડાયો હોવાનું સાયલા પોલીસને જાણવા મળ્યું છે.

આ વ્યક્તિને વેગેનાર કારમાં 64 નંગ દારૂની બોટલો રૂ. 25 હજાર 600ની કિંમત તેમજ રૂ. 70 હજાર વેગનારની કિંમત અને મોબાઈલ મળી કુલ રૂ. 96 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુલ રુપિયા 81 હજાર 300નો મુદ્દામાલ જપ્ત જોરાવરનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દેશી દારૂ સાથે રીક્ષા અંગે બાતમી મળી હતી.

આથી સુરેન્દ્રનગર મુળી રોડ પર વોચ ગોઠવી દેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

તેમની પાસેથી 515 લીટર દેશી દારૂ, રીક્ષા, બાઇક સહિત કુલ રૂ.81 હજાર 300નો મુદામાલ જપ્ત કરાયો હતો.

પહેલાં બાઇક ચાલકને તાબે કરાયો સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી દેશી અને વિદેશી દારૂની હેરાફેરીને નાબુદ કરવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હતી.

આથી જોરાવરનગર પોલીસ ટીમે પેટ્રોલિંગ કરતી વખતે કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે સર્વેલન્સ સ્ટાફ અને એએસઆઇ હેમદિપભાઇ મારવણીયા વહેલી સવારે પેટ્રોલિંગમાં હોવા દરમિયાન મુળી રોડ પરથી એક રીક્ષામાં દેશી દારૂવાળી રીક્ષા અને આગળ એક બાઇક આવતુ હોવા અંગે બાતમી મળી હતી.

આથી મેક્શન સર્કલે વોચ ગોઠવાઇ હતી. જેમાં પ્રથમ બાઇક ચાલક ચોટીલાના ભોજપરીના હરેશભાઇ ભલાભાઇ બથવારને ઝડપી પડાયો હતો.

ત્રણેય આરોપીઓનો પીછો કરી દબોચ્યાં રિક્ષા ચાલકને અટકાવવા જતાં તેણે રીક્ષા મેકશન સર્કલથી વઢવાણ તરફ ભગાડી મુકી હતી.

આથી પોલીસે પીછો કરી જોરાવરનગરના વિનોદ ઉર્ફે મુંડી નટુભાઇ વ્યાસ, મુકેશગીરી હરદેવગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા

અને રિક્ષા તથા 515 લીટર દેશી દારૂ, બાઇક, મોબાઇલ સહિત રૂ.81 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે જોરાવરનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવાયો હતો.

આ કાર્યવાહીમાં પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ સરદારસિંહ સહિત જોરાવરનગર પોલીસ ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp