વેપારીનું નવું સીમ બનાવી નેટ બેંકિંગ દ્વારા 89 લાખની ઠગાઈ, અમદાવાદ-સુરતના બે ઠગ પકડાયા

અમદાવાદના વેપારીનું સિમકાર્ડ બંધ કરાવી નવું સીમકાર્ડ કઢાવી ઠગ ટોળકીએ નેટ બેંકિંગનો ઉપયોગ કરી 89.33 લાખ રૂપિયા અન્ય બેંકના ખાતમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.
ઇન્ટરનેટ દ્વારા ચીટીંગ કરતા સીઆઇડી ક્રાઇમના સાઇબર સેલે ગુનો નોધી અમદાવાદ અને સુરતથી બે આરોપીઓને પકડી પાડ્યા હતા.
પરંતુ સાઇબર સેલે તાત્કાલીક કાર્યવાહી કરી 83 લાખથી વધુની રકમ ફ્રીઝ કરાવી દીધી હતી.
ગાંધીનગરના સાઇબર ક્રાઇમ સેલના હેલ્પ લાઇન નબંર પર એક અરજદારે કોલ કર્યો હતો
અને પોતાના સાથે 89 લાખથી વધુની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ કરી હતી.
ફરિયાદ મળતાની સાથે સીઆઇડી ક્રાઇમે તે અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
ફરિયાદી યુવકનો મોબાઇલ નંબર બંધ કરાવી પોતે નવું સિમકાર્ડ મેળવી ઠગાઇ આચરી હતી.
આ મોબાઇલ નંબર બેંક સાથે લિંક થયેલું હતું. જેથી ઠગ ટોળકીએ આઇડી પાસવર્ડ મેળવી નેટ બેંકિંગનો ઉપયોગ કરી 89.33 લાખ પડાવી લીધા હતા.
89 લાખથી વધુની મત્તા શિવમ એન્ટરપ્રાઇઝ નામના બેંકના ખાતમાં ટ્રાન્સફર થઇ ગઇ હતી. સાઇબર ક્રાઇમે આ અંગે ગુનો નોંધ્યો હતો.
સીઆડી ક્રાઇમની ટીમે અમદાવાદ પાલડીના મુખીની ચાલીમાં રહેતા પાર્થ મિતેષભાઇ ઓડ (ઉ.32) અને સુરતના રાંદેર પાસે આવેલા અંજની આઇકોનમાં રહેતા નિલેશ ઉમેશકુમાર લોખંડે (ઉ.39) ની પોલીસે ધરપકડ કરી છે.
બંને આરોપીઓ પાસેથી સીઆઇડી ક્રાઇમ ફક્ત દોઢ લાખ જેટલી જ રીકવરી કરી શકી છે.
જોકે સીઆડી ક્રાઇમે પહેલેથી જ 83 લાખથી વધુની મત્તા બેંકમાં જ ફ્રીઝ કરાવી દીધી હતી.
પોલીસે તેમની પાસેથી 7 મોબાઇલ ફોન, એક ડોંગલ-સીમકાર્ડ, ડેબીટકાર્ડ, પાસબુક, ચેકબુક અને કાર પણ કબ્જે કરી છે.
આમ સીઆઇડી ક્રાઇમ ચીટીંગનો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો પરંતુ રીકવરી થોડી પણ ન કરી શકતા ચર્ચાનો વિષય બન્યો છે.
સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ આર બી બ્રહ્મભટ્ટને વડા માનતા નથી.
લો બોલો સરકારે તાજતેરમાં સીઆઇડી ક્રાઇમના વડા તરીકે ડીજીપી આશિષ ભાટિયા પાસે વધારાનો હવાલો લઇ ઇન્કવાયરી વિભાગના એડીજી આર બી બ્રહ્મભટ્ટને સીઆઇડી ક્રાઇમના વડા બનાવવામાં આવ્યા હતા.
જોકે સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિદેશક તરીકે આર બી બ્રહ્મભટ્ટે ચાર દિવસ પહેલા ચાર્જ સંભાળી લીધો હતો.
સીઆઇડી ક્રાઇમ વડાને સરકારના ઓર્ડર બાદ પણ માનતી નથી કે પછી સરકારના ગૃહ વિભાગના ઓર્ડરથી અજાણ અધિકારીઓ પ્રેસનોટમાં હજુ પણ પોલીસ મહાનિદેશક તરીકે આશિષ ભાટિયાને દર્શાવ્યા છે.
જોકે એક તરફ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સમયે આ કામગારી ચાલતી હોવાથી તેમને ખુશ કરવા માટે તેમનું નામ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા પોલીસ વિભાગમાં થઇ રહી છે.
