રાજકોટમાં યુવકે સગીરા પર સિગારેટ ફેંકી, ફ્રેન્ડશીપ કરવા દબાણ કર્યું, દુર્ગા શકિત ટીમે પોક્સો હેઠળ અટકાયત કરી

રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશનનાં દુર્ગા શકિત ટીમના ડબલ્યુપીસી જાગૃતીબેન શીવાભાઇ ચાવડા પેટ્રોલીંગમાં હતા
એ દરમ્યાન એક અજાણી સગીરાને તેમનાં મોબાઇલ પર ફોન આવેલ અને ફોનમાં તેણીએ જણાવ્યુ હતુ કે એક યુવક છેલ્લા ત્રણેક માસથી તેમની છેડતી કરી પીછો કરે છે
અને ઇન્સ્ટાગ્રામમાં તેમના ફેક આઇડી બનાવે છે.
હુ જયારે કલાસીસે જાવુ છુ ત્યારે તે યુવકે મારા પર સળગતી સીગરેટનો ઘા કરી અને મને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરે છે.
હવે મારે જીવવુ નથી
સગીરા ડિપ્રેસનમાં હોય અને ઘરે વાત કરી શકતી ન હોય અને હવે મારે જીવવુ નથી અને હુ આજના દિવસે જ સ્યુસાઇડ કરી લઇશ તેવુ જણાવતા જ ડબલ્યુપીસી જાગૃતીબેને તેમને પુછયુ કે અત્યારે તમો કયા છો જેથી તેણીએ જણાવેલ કે હું ભકિતનગર સર્કલ પાસે છુ.
ડબલ્યુપીસી જાગૃતીબેન તુરંત જ ભકિતનગર સર્કલ ખાતે પહોંચી સગીરાને ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને બનાવ અંગેની વાત કરી તેમનુ કાઉન્સેલીંગ કર્યુ હતુ.
સરાહનીય કામગીરી કરી
બાદમાં કિશોરીનાં માતા પિતાને પો.સ્ટે. ખખાતે બોલાવી તેમને વિગતથી વાકેફ કરેલ અને સદરહું ગંભીર બનાવને ધ્યાને લઇ અને તુરંત જ ભકિતનગર પો. સ્ટે. ખાતે આ બાબતે આઇપીસી કલમ 354 (6), 354 (2), 323, 509, 506 તથા પોકસો કલમ- 12 મુજબ ગુન્હો દાખલ કરી તાત્કાલીક આરોપી અટક કરી એક કિશોરીની જીંદગી બચાવી ન્યાય અપાવી સરાહનીય કામગીરી કરી હતી