ગોધરામાં ઇકોની ટક્કરે બાઇક સવાર પતિનું મોત

ગોધરાના કોઠી 3 રસ્તા પાસે બાઇક સવાર દંપતિને ઇક્કો કારે ટક્કર મારતાં ગંભીર ઇજાઅોના કારણે પતિનું મોત નિપજયું હતુ.
જયારે ઇજાગ્રસ્ત પત્ની સારવાર હેઠળ છે. અા અંગેની ફરીયાદ ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે નોધાઇ હતી.
ગોધરાના કોઠી 3 રસ્તા પાસે અક્સ્માતની ઘટનાઅો બનતી હોવાથી અકસ્માતને લઇને ડેન્ઝર ઝોન બન્યો છે.
ઘોઘંબાના રાણીપુર ગામના ગણપતિભાઇ રાઠવા અને તેમની પત્ની કેસરબેન બાઇક ઉપર ગોધરાના કોઠી 3 રસ્તા પાસેથી પસાર થતાં હતા.
તે દરમ્યાન અજાણ્યા ઇક્કો કારનો ચાલક પોતાના કબજાની કારને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ગણપતભાઇની બાઇકને ટક્કર મારતાં પતિ- પત્ની રોડ પર ફંગોળાતાં તેઅોને ગંભીર ઇજાઅો થઇ હતી.
બંને ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ ખાતે સારવાર અર્થે લાવતા ગણપતભાઇ રાઠવાનું ગંભીર ઇજાઅોના કારણે મોત નિપજયું હતુ.
જયારે કેસરબેન સારવાર હેઠળ છે. અકસ્માત સર્જીને ઇક્કો ચાલક કાર મુકીને નાસી ગયો હતો.
ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માતની ફરીયાદ નોધાઇ હતી.