ગોધરામાં એક રાત્રિમાં ચાર મકાનમાં હાથફેરો; સોના-ચાંદીના દાગીના અને પરચૂરણ રોકડ લઈ તસ્કરો ફરાર

ગોધરા શહેરમાં આવેલ યોગેશ્વર સોસાયટી વિસ્તારમાં આવેલ ગોવર્ધન નગર, પદમાવતી સોસાયટી, સુંદરવન ટીવીન્સમાં એક રાત્રીના એકીસાથે ચાર અલગ અલગ મકાનોને નિશાન બનાવી દરવાજાના નકુચો તોડીને અંદરથી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
હાલ એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
સોના-ચાંદીના દાગીના તથા કેટલીક પરચૂરણ રોકડ રકમની ચોરી
ચોરીના બનાવની વિગત એવી છે કે, ગઈકાલે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ગોવર્ધન નગર, પદમાવતી સોસાયટી, સુંદરવન ટીવીન્સમાં ગઈકાલે મોડીરાત્રીના કોઇ તસ્કરો ત્રાટકયા હતા.
અને જુદા-જુદા ચાર મકાનોના તાળા તોડી રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા કેટલીક પરચૂરણ રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
સમગ્ર મામલાની જાણ એ ડિવિઝન પોલીસ ને થતા ઘટનાસ્થળે દોડી આવી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.