LCBએ દેત્રોજના કુકવાવની સીમમાં કારમાં દારૂ હેરાફેરી કરતા 2ને ઝડપ્યા

અમદાવાદ ગ્રામ્ય દેત્રોજ પો.સ્ટે હદના મોજે કુકવાવ-ભોયણી રોડ, કુકવાવ ગામની સીમ રોડ ઉપરથી કારમાં છુપાવેલો દારૂની બોટલ નંગ 346 રૂ. 2,68,705ના જથ્થાની હેરાફેરી કરતા 2 ઇસમોને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીની ટીમે ઝડપી પાડ્યા હતા.
પો.કો મહેન્દ્રસિંહ સોલંકી નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી ટીમ દ્વારા તથા દેત્રોજ પો.સ્ટેના કર્મચારીઓને સાથે રાખી દેત્રોજ પો.સ્ટે હદના મોજે કુકવાવ-ભોયણી રોડ, કુકવાવ ગામની સીમ રોડ ઉપરથી કારમાં છુપાવેલ દારૂની 346 બોટલરૂ. 2,68,705, મોબાઇલ નંગ 2, કાર મળી કુલ રૂ.7,74,205નાં મુદ્દામાલ સાથે2 ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીમાં રમેશકુમાર મંગળારામ બિશ્નોઇ, ભજનલાલ બાબુલાલ બિશ્નોઇ સામેલ છે.
