દાહોદના છાપરીમાં મકાનમાંથી તસ્કરો ભગવાનની ચાંદીની મૂર્તિઓ ,દાગીના અને રોકડ ચોરી ફરાર
દાહોદ તાલુકાના છાપરી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.ઘરમાંથી ચાંદીની મુર્તિઓ, રોકડા રૂપીયા સહિત સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. 54,500ની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો
દાહોદ તાલુકાના છાપરી ગામે નિશાળ ફળિયામાં અંબા માતાજીના મંદિર પાછળ પુષ્પાબેન રાજુભાઈ પરમારના રહે છે.
તેઓના બંધ મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.
કબાટમાંથી દાગીના અને રોકડની ચોરી કરી ફરાર
મકાનમાં કબાટમાંથી ચાંદીની મુર્તિઓ નંગ. 4 સોનાની ફોટો ફ્રેમ નંગ.1 ચાંદીની પાયલ નંગ. 4 જાેડી, ચાંદીનું કડું નંગ. 1 એક સોનાની ચેઈન તથા એક સોનાનો મંગળસુત્ર તથા કાનની બુટ્ટી નંગ. 1 તેમજ રોકડા રૂપીયા 5000 મળી કુલ રૂા. 54,500ની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ સંબંધે પુષ્પાબેન રાજુભાઈ પરમારે દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.