ગુજરાત બંધના એલાન ના સંદર્ભમાં કંબોઇ ગૌ સેવા મંડળો દ્વારા રેલી યોજી સજ્જડ બંધનું સમર્થન કર્યું.

કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે વહેલી સવારે કંબોઇ ગૌ સેવા મંડળ દ્વારા ગુજરાત બંધના એલાનને અનુલક્ષી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું….
હજારો બાઈક સવારો, ઇક્કો ગાડીઓ, નાની ગાડીઓ તથા ટ્રેક્ટરો લઈ લોકો રેલીમાં જોડાયા હતા.
કાંકરેજ તાલુકાના થરા, શિહોરી, ખિમાણા, ઉંબરી, કંબોઇ
તથા સમગ્ર કાંકરેજ તાલુકામાં ગુજરાત બંધને કારણે સજ્જડ બંધ રહેવા પામ્યું હતું….
કંબોઇ ગામના યુવાનોએ ગુજરાત સરકારને ઘર્ભિત ચીમકી આપતા જણાવ્યું હતું કે જો સરકાર અમારી માગણીઓ નહિ સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં લમ્પી વાયરસથી બીમાર ગૌ માતા જલ્દી સાંજી થાય તેમજ મૃત્યુ પામેલ ગૌ માતાઓના આત્માને શાંતિ આપે તે માટે બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી….