કપડવંજ TDOની સરકારી ગાડીનો કાચ તોડી અજાણ્યા ઇસમો ફરાર

કપડવંજની તાલુકા પંચાયતમાં રાત્રે પાર્ક કરેલી સરકારી કાર પર કોઇ અજાણ્યા શખ્સ દ્વારા પથ્થર મારી કાચ તોડી નાખવાની ઘટના બની હતી.
તાલુકા પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરાનો અભાવ અને રાત્રીના સમયે વોચમેન ન હોવાને કારણે કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી કારનો કાચ ફોડ્યો હતો.
આ બાબતે કપડવંજ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને પૂછતાં તેઓએ ઉડાઉ જવાબ આપીને કહેલ કાચ કોઈકે પથ્થર મારી તોડી નાખ્યો છે
તેની ખબર અમને હમણાં જ પડી છે. અમે અમારી જાતે તપાસ કરી લઈશું.
આ પ્રકારની કોઈ ઘટના બને તો નજીકના પોલીસ મથકમાં જાણ કરવામાં આવતી હોય છે
અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે
ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ ન કરી હોવાની વાતો નગરજનોના મુખે ચર્ચાઇ હતી.