દાહોદ જિલ્લામાં 3 સ્થળે તસ્કરો ત્રાટક્યા : 2.69 લાખની ચોરી

દાહોદ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન 3 જુદી જુદી જગ્યાએ ચોરીના બનાવ બન્યા હતા.
જેમાં ચંદવાણામાં કરીયાણાની દુકાન અને નવાગામમાં સરકારી કુવામાંથી પાણીની મોટર તથા ઝાલોદમાં એક બંધ મકાનને નિશાન બનાવી 2,69,150 રૂપિયાની મત્તા ચોરી થઇ હતી.
જેમાં ઘોડીયાના અને હાલ અમદાવાદ રહેતા સોમાભાઈ કસુભાઈના ઝાલોદના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
તિજોરીમાંથી 8500ની રોકડ તથા 95000ના દાગીના મળી કુલ 1,80,000ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા.
આ સંબંધે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ડોગસ્કવોર્ડ તથા એફ.એસ.એલની માંગણી કરી છે.
જ્યારે બીજો બનાવ ચંદવાણાના રમેશભાઈ ગણપતભાઈ બામણની કરિયાણાની દુકાનને ચોર તસ્કરોએ નિશાન બનાવી હતી.
દુકાનમાંથી ખાવાના તેલના 6 ડબ્બા, 16000ની તેલના 5 લીટરના 20 કેન, 4800 રૂ.ના બે લિટરના 16 કેન તથા 30 કિલો તુવરદાળનો એક કટ્ટો, 30 કિલો વટાણાની દાળનો એક કટ્ટો,
બે ખાંડના કટ્ટા, 5,000 રૂ.ની 20 કિલો ચ્હા, ગોળની બે પેટી, 64000 રૂ.નો વિમલનો થેલો,
ગલ્લામાં મુકેલ પરચુરણ આશરે 5000 રોકડ મળી 68,650ની મત્તા ચોરીનેલઈ ગયા હતા.
ત્રીજા બનાવમાં નવાગામમાં આવેલ સરકારી કુવામાં પાણી પુરવઠા તરફથી નાખેલ પાણી કાઢવાની 10 હોર્સ પાવરની 20,000ની 3 મોટર તથા 2500 રૂ.નો વાયરો મળી કુલ 22500 રૂા.મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા.
આ સંદર્ભે નવલસિંહ પસાયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.