મંદિર અને મસ્જિદમાં ચોરી કરતો ચોરની ધરપકડ, આરોપીની ધરપકડ બાદ 2 ગુનાઓના ઉકેલાયો ભેદ

અમદાવાદના મંદિર અને મસ્જિદમાં ચોરી કરતાં ચોરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.
શહેરમાં ચોરી, લૂંટ સહિતના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.
તેવામાં ધાર્મિક સ્થળો પર ચોરીના ગુનાઓ સતત વધવા માંડ્યા હોય એમ લાગી રહ્યું છે.
ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચને ભેદ ઉકેલવામાં સફળતા મળી.
મંદિર-દરગાહની દાનપેટી તોડી ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો.
આરોપીની ધરપકડ બાદ 2 ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે બાતમીના આધારે વટવા વિસ્તારમાંથી દાનપેટીમાંથી ચોરી કરતા આરોપીની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપી સાજીદ ઉર્ફે મોડલ શેખ (ઉ.26,રહે,વટવા)હોવાનું જણાવ્યું હતું.
વધુમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા છેલ્લા 6 મહિનાથી કામધંધો ન કરતો હોવાથી પાંચ-6 મહિના અગાઉ રાત્રીના સમયે ઇસનપુર-વટવા રોડ પર આવેલી ગેબનશાહિદ પીર દરગાહની દાનપેટી તોડી અંદાજે 5 હજાર ચોર્યા હતા.
બે મહિના અગાઉ વટવા નવાપુરા ખાતે આવેલા મદ્રાસી મંદિરની દાનપેટી તોડી અંદાજે 15 હજારની ચોરી કરી હોવાની આરોપીએ કબૂલાત આપી હતી.
સાથે જ આરોપીની ધરપકડ બાદ વટવા અને નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.
બીજીબાજુ વર્ષ 2020માં સાબરમતીમાં ચોરી,કાગડપીઠમાં લૂંટ તેમજ વર્ષ 2021માં વટવામાં વાહનચોરીના ગુના પકડાઈ ગયો હોવાનું અને રાજકોટ પાસા હેઠળ સજા કાપી હોવાનું આરોપીની ક્રાઇમ બ્રાન્ચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.