વડનગરમાં રાત્રે કારના કાચ ફોડી લુખ્ખા તત્વોએ આતંક મચાવતાં રહીશોમાં ફફડાટ

વડનગરમાં શુક્રવારે મધરાત્રે કેટલાક શખ્સોએ વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી આતંક મચાવતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
ભોગ બનનારા વાહનચાલકોએ પોલીસને રજૂઆત કરી આવા તત્વોને ઝડપી લેવા રજૂઆત કરી છે.
વડનગરના અર્જુનબારી દરવાજા, સુસકોણના માઢ નજીક, બારોટી બજાર, સેંભરવાડા દરવાજા નજીક શુક્રવારે મધરાત્રે અજાણ્યા શખ્સોએ ગાડીઓના કાચની તોડફોડ કરી હતી.
શનિવારે સવારે જાણ થતાં વડનગર પોલીસ મથકે દોડી ગયેલા વાહન માલિકો સહિતે આવા તત્વો સામે પગલાં ભરવા માંગણી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ચાર દિવસ અગાઉ પણ સિવિલ હોસ્પિટલની શબવાહિનીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવી રહીશોએ માંગ ઉચ્ચારી છે.