વિજાપુરના માલોસણ ગ્રામ પંચાયતના તલાટીને ઉચાપતના કેસમાં કોર્ટે ત્રણ વર્ષની સજા ફાટકારી

વિજાપુર તાલુકાના માલોસણ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી સામે ત્રીસ વર્ષ પુર્વે નોંધાયેલ ઉચાપતનો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભારતી બેન કે જાદવની સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એમ એ ઘોરીની ની ગ્રાહ્ય દલીલો દસ્તાવેજી પુરાવા રજુ કરતા આરોપી તલાટી કમ મંત્રીને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
1996માં ફરિયાદ નોંધાઇ હતી
આ અંગેની માહીતી મુજબ પટેલ અરવિંદભાઈ રમણભાઈ માલોસણ ગ્રામપંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા
તે દરમ્યાન તા 17/10/88 થી તા 6/02/1989 ના વર્ષ દરમ્યાન ઇરીગેશન રોજમેળ 87/88 ના સ્ટોક રજીસ્ટર પ્રમાણે પાવતી નમ્બર 29832 થી 29858 સુધી રોજમેળ પ્રમાણે વસુલ લીધેલ રૂ 11123 ની રકમ ની ઉચાપત કરવા ના ઇરાદે નિભાવેલ રોજમેળ પોતાના હાથ ઉપર લાંબો સમય રાખીને
જે તે સમયે પૈસા જમા નહીં કરી પાછળ થી જમા કરાવી પંચાયત માંથી ઉચાપત કરતા જે અંગેની ફરીયાદ પોલીસ મથકે 16/07/1992 ના રોજ ચેલાની કિશન કસ્તુર ચંદ પ્રોજકટ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી મારફત નોંધાયો હતો
જે કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભારતી બેન કે જાદવ ની અદાલતમાં ચાલી જતા
કોર્ટે સરકાર તરફે વકીલ એમ એ ઘોરી ની ધારદાર દલીલો તેમજ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા ઓ કોર્ટ સમક્ષ રજુ કરતા
આરોપી અરવિંદ ભાઈ રમણભાઈ પટેલ ને ત્રણ વર્ષ ની સજા તેમજ રૂપિયા 10 હજાર ના દંડની અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.