રેલ્વેમાં આવક વધી : 1105ની સામે 1210 કરોડ કમાયાં

આશરે અઢી વર્ષથી કોરોના પોઝિટિવ ચાલતી રેલવેની આવક હવે સંપૂર્ણ કોરોના નેગેટિવ થઇ ગઇ છે.
એપ્રિલથી ઓગસ્ટ સુધી રેલવેએ કુલ 1210 કરોડ રૂપિયાની કમાઇ કરી લીધી છે.
આ ટાર્ગેટ 1105 કરોડ રૂપિયા કરતાં 105 કરોડ રૂપિયા વધુ છે.
નાણાંકિય વર્ષ 2022-23ના પ્રારંભના 5 માસની આવકમાં સૌથી વધુ 342 કરોડ રૂપિયાનું યોગદાન મુસાફરી ભાડાનું છે.
2021માં મુસાફરોથી રેલવેને 121 કરોડ રૂપિયા મળ્યા હતાં.
આ વર્ષે તે વધીને 342 કરોડ થઇ ગયા છે. 187 ટકાનો આ વધારો સ્પ્ષ્ટ દર્શાવે છે કે, ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા લોકડાઉન પૂર્વે મુસાફરી કરતાં લોકોની લગોલગ પહોંચી ગઇ છે.
આ રેક્ચોડ કમાણીનો લાભ રતલામ રેલવે મંડળના 12500થી વધુ કર્મચારીઓને થવાનો છે.
આવકને કારણે કર્મચારીઓને દશેરા(5 ઓક્ટોબર) પહેલાં બોનસ મળી જશે.
સારી આવકથી ઉત્સાહિત અધિકારીઓએ બોનસ અંગેની કામગીરીની તૈયારી પણ કરી દીધી છે.
હિસાબનું કામ શરૂ
ગત વર્ષે રતલામ રેલવે મંડળના પ્રબંધ કાર્યાલયે દશેરાના બે દિવસ પહેલાં દિવાળી બોનસનું વિતરણ કરી દીધુ હતું.
આ વખતે પણ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટે હિસાબની કામગીરી શરૂ કરી દીધી છે.
રેલવે મંત્રાલયથી બોનસની ઘોષણા થતાં જ એકાઉન્ટ વિભાગ કર્મીઓના ખાતામાં બોનસ ટ્રાન્સફર કરશે.
ગત વર્ષ દરેક કર્મીને 78 દિવસનું રૂા.17951 બોનસ આપ્યુ હતું.
આ વર્ષે પણ આટલું જ મળવાની શક્યતા છે. નાણાકિય વર્ષમાં મંડળની આવક સારી રહી છે.