કડાણામાં આવક વધતાં 10 કલાક સેડલ ગેટના 6 દરવાજા ખોલાયાં

કડાણા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત મા જ તેની મહત્તમ સપાટી આસપાસ જોવા મળ્યો હતો
પરંતુ પ્રશાસન દ્વારા રૂલ લેવલ જાળવવા માટે 28 દિવસથી તબક્કાવાર વધારાનું પાણી નદીમાં છોડી રહ્યું હતું.
જ્યારે ગત બુધવારે રાતે આવક 97,000 સુધી વધી જતાં
સપાટી 418.7 ફુટ એટલે કે મહત્તમ સપાટી 419 ફુટ નજીક પહોંચે તે પહેલા રાત્રે 10 વાગ્યાથી 10 કલાક સુધી સેડલ ડેમના 6 ગેટ 6 ફુટ ખુલ્લા મુકી 83000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
જ્યારે સવારે 8 વાગે ડેમના તમામ ગેટ બંધ કરી દેવાયા હતા. ડેમ પ્રશાસન દ્વારા જણાવ્યું હતું કે હાલ સપ્ટેમ્બરનું રૂલ લેવલ જળવાય રહે
તે મુજબ આયોજન બધ વધારાનું પાણી પાવર હાઉસ કેનાલ અને જરૂર પડે ત્યારે ગેટ મારફતે નદીમાં છોડ્યું છે
જ્યાં સુધી પાણીની આવક યથાવત રહેશે ત્યાં સુધી ઓછામાં ઓછું 22000 ક્યુસેક પાણી વીજ ઉત્પાદન માટે સતત છોડશે
અને સપ્ટેમ્બરના અંત સુધી ઉપરવાસમાંથી આવતા પાણીની આવકને ધ્યાનમાં રાખીને ડેમ ને મહત્તમ સપાટી કરતા 1 ફુટ ખાલી રાખવામાં આવી રહ્યો છે.
મહી બે કાંઠે વહેતી જોવા મળી
કડાણા ડેમમાં હાલ 97.71% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે
ત્યારે ચોમાસા ના કારણે ગમે ત્યારે પાણીની આવકમાં વધારો થાય
તે અનુસંધાને ખાનપુરના 16 લુણાવાડા ના 63 તથા કડાણાના 27 મળી કુલ 106 ગામના લોકોને સાવચેતી ના ભાગરૂપે નદી કિનારીથી દૂર રહેવા સૂચન કરે છે
ત્યારે ડેમમાંથી 83000 કયુસેક પાણી મોડી રાતે છોડતા મહી બે કાંઠે વહેતી જોવા મળી હતી