નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારો એલર્ટ

ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 2.50 લાખ તથા આરબીપીએચમાંથી 45 હજાર કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 16 ફુટ છે. ડેમમાંથી છોડાતા પાણીના કારણે સપાટી હજી 2 ફુટ વધશે.
બે વર્ષ બાદ નર્મદા ડેમ ફરી એક વખત 138.68 મીટરની પુર્ણ સપાટીથી ભરાય ચુકયો છે.
નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમના ધિકારીઓ નર્મદા ડેમની સુરક્ષાને લઈને હાલ ખાસ ધ્યાન રાખી રહ્યા છે.
ડેમના ઉપરવાસમાં આવેલાં ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ પણ છલોછલ હોવાથી વરસાદ પડતાની સાથે બંને ડેમમાંથી પાણી છોડવામાં આવે છે
જે સરદાર સરોવરમાં આવે છે.
રાત્રે 9 કલાકથી 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2,50,000 ક્યુસેક છોડવાની ફરજ પડી હતી.
પાવરહાઉસ દ્વારા 45,000 ક્યુસેક છોડાઈ રહ્યું છે એટલે ગત 9 કલાકથી નર્મદા નદીમાં કુલ 2,95,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવરમાં પાણીની આવક 2,80,398 ક્યુસેક થઇ હતી
એટલે એટલું પાણી છોડી હાલ નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર ને જાળવી રાખવામાં આવી રહી છે.
ડેમમાંથી છોડવામાં આવતાં પાણીની માત્રા વધારવામાં આવી હોવાથી
ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે.