ઠાસરા શહેરના વોર્ડ નંબર એક મા નગર પાલીકા ચૂંટણી 2026અંતર્ગત પ્રવાસ શરૂ…

તારીખ 25/03/2026ના રોજ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સંગઠન અધ્યક્ષ શ્રીમતિ નયનાબેન પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઠાસરા શહેરના વોર્ડ નંબર એક મા નગર પાલીકા ચૂંટણી 2026અંતર્ગત પ્રવાસ શરૂ કરવામાં આવ્યો જેમાં કાર્યકરો તથા મતદારો સાથે બેઠક કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પ્રવાસમાં ઠાસરા શહેર પ્રભારી રાજેશ પટેલ (રાધી) શહેર પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, મહામંત્રીઓ ક્રિસ પંચાલ, શ્રીકર પટેલ, પૂર્વ શહેર પ્રમુખ રણછોડભાઇ પંચાલ, શિલ્પાબેન સુથાર,મલાભાઈ, હાજર રહી માર્ગ દર્શન આપ્યુ, જેમાં વોર્ડ 1ના પૂર્વ કાઉન્સિલરો સીરીલભાઈ ખ્રિસ્તી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી દીપકભાઈ રોહિત, પીજી મકવાણા, તથા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા..
ઠાસરા શહેરના પ્રભારી શ્રી રાધીભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા લોક સંપર્ક કરી વોર્ડ નંબર એકના ચૂંટાયેલા પૂર્વ સભ્યોની મુલાકાત લેવામાં આવી હતી, તથા સ્થાનિક રહીશો ને સાંભળવામાં આવ્યા હતા, છેલ્લે રાધીભાઈ દ્વારા હાજર રહેલા તમામ મિત્રો વડીલો ભાઈઓ બહેનો નો આભાર માનવામાં આવ્યો હતો….
