રાષ્ટ્રીય નેતા ગોપાલ ઈટાલીયા પર થયેલી જૂતાં ફેંકની ઘટનાને “આપ” ના પ્રદેશ સહમંત્રીએ વખોડીને પોતાની પ્રતિક્રિયા આપી….

તંત્રની મંજુરી સાથે થતી સભામાં લોકોની અને પોલીસની હાજરીમાં બનતી આવી ઘટનામાં પોલીસે જાતે ફરીયાદી બનવું જોઈએ: દિનેશ બારીઆ. ..
આવી ઘટનાઓ અટકાવવાની જવાબદારી, ફરજ અને સત્તા જેમની પાસે છે તે વિધાનસભા ગૃહના સભ્યો તથા કાયદો અને વ્યવસ્થા જાળવતા ગૃહ વિભાગની છે.
જ્યાં સુધી આ લોકો પોતાની જવાબદારી ભૂલી જશે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે: દિનેશ બારીઆ …
જામનગર ખાતે આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેરસભામાં “આપ” ના રાષ્ટ્રીય નેતા અને વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા પર જૂતું ફેંકવાની ઘટનાને
પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆએ વખોડી છે અને નિંદા કરી છે સાથે સાથે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, શાસન કે પ્રશાસન સામે કોઈ બાબતે વ્યક્તિની નારાજગી,
સવાલ કે વિરોધ હોય શકે પરંતુ તેની સામે રજૂઆત કે વિરોધ કરવાની કોઈ પદ્ધતિ હોય, આવી રીતે જૂતાં ફેંકીને નારાજગી વ્યક્ત કરવાની રીત યોગ્ય નથી છતાં આવી ઘટનાઓ બનતી આવે છે તેનું કારણ શું?
કારણ કે આવી ઘટના બાદ ફરીયાદ થતી નથી. જો ફરીયાદ થાય તો કાયદેસરની તપાસ અને કાર્યવાહી થાય જેથી બીજા લોકો આવું કૃત્ય કરતા અટકે
અને તેની પાછળ ના કારણોની પણ ખબર પડે. જેની સાથે આવી ઘટન બને તે ભલે મોટું દિલ રાખીને માફ કરે પરંતુ તંત્રની મંજૂરી સાથે યોજાતી રાજકીય સભાઓમાં હજારો લોકો
અને પોલીસની હાજરીમાં આવી હિંસક કે નારાજગી વ્યક્ત કરતી અયોગ્ય વર્તન કરનાર વ્યક્તિ સામે પોલીસે જાતે ફરીયાદી બનવું જોઈએ
અને ફરીયાદ નોંધી કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ તોજ ઘટના પાછળના કારણોની સૌને ખબર પડે
બાકી બંને પક્ષો તરફથી મન ઘડત જવાબ કે આરોપ આક્ષેપ કરી દેવાતાં હોય છે એવું દેખાતું હોય છે.
રાજકારણમાં પક્ષ- વિપક્ષ તથા વ્યક્તિ – વ્યક્તિ સામે વિરોધ હોવું સામાન્ય છે તેથી એક બીજાની સામે કારણ ઢોળી દેવાતું હોય છે
પરંતુ ઘણીવાર ઘણી ઘટનાઓમાં કારણ બીજું પણ હોય શકે અને તે સાચું કારણ જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી સામે આવતું નથી.
કાયદો અને વ્યવસ્થા જાળવવાની, સંભાળવાની જવાબદારી રાજ્યના ગૃહ વિભાગની બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓની પોલીસ જાતે ફરીયાદી કેમ નથી બનતી એ પણ સવાલ છે.
બીજી બાજુ પણ જ્યારે રાજકીય નેતાઓ સામે કોઈ શાબ્દીક પ્રહાર કરે ત્યારે ફરીયાદ નોંધાવાતી હોય છે પરંતુ જૂતાં ફેંકવા જેવી અપમાનજનક હિંસક પ્રહાર કરે ત્યારે શા માટે ફરીયાદ નોંધાવવામાં આવતી નથી ?
રાજકિય નેતાઓ પર જૂતા ફેંકવાની ઘટનાઓ વર્ષોથી બનતી આવી છે જેની પાછળ અનેક કારણો હોઈ શકે પણ આજ સુધી લોકોને જાણવા મળ્યા નથી,
પ્રિ પ્લાનિંગ મુજબ કોઈ ને કોઈ મૌલિક કારણ બતાવી દેવાતું હોય છે, આરોપ આક્ષેપ કરી દેવામાં આવે છે અને મામલો ઠંડો પડી જાય છે છેલ્લે,
જેના ઉપર હુમલો થાય તેમને લોકોની સહાનુભૂતિ મળે છે અને હૂમલો કરનારને સસ્તી પ્રસિદ્ધિ મળે છે.
આવી ઘટનાઓ સામે કોઈ કાયદેસર કાર્યવાહી નહીં થાય તો અટકશે નહીં ઉપરથી વધશે તેથી જેમને કાયદો બનાવવાની બંધારણે સત્તા આપી છે એજ લોકોએ કાયદો બનાવવો જોઈએ.
સભા ગૃહમાં આવી ઘટનાઓ બાબતે ચર્ચા કરવી જોઈએ અને કાયદો ચોક્કસ બનાવવો જોઈએ. જેથી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય
બાકી વિપક્ષ, વિપક્ષના લોકોની ભૂમિકા છે કે કોઈ બીજું કારણ તે સસ્પેન્સ રહી જાય છે અને કોઈની પણ ઉપર સરળતાથી આક્ષેપ મુકી દેવાતો જોવા મળે છે.
ખરેખર આવી ઘટનાઓ અટકાવવાની જવાબદારી, ફરજ અને સત્તા જેમની પાસે છે તે વિધાનસભા ગૃહના સભ્યો અને કાયદો અને વ્યવસ્થા જાળવતા ગૃહ વિભાગની છે.
જો આજ લોકો પોતાની જવાબદારી ભૂલી જશે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે તેવું આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતા દિનેશ બારીઆએ જણાવ્યું છે.
દિનેશ બારીઆ
પ્રદેશ સહમંત્રી
આમ આદમી પાર્ટી ગુજરાત
