નડિયાદ : મહાનગરપાલિકા ખાતે ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ નો નડીઆદ ઘટક-૧ કક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો..

મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ નડીઆદ ઘટક-૧ જી.ખેડા દ્વારા મહાનગરપાલિકા હૉલ,
નડીઆદ ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી.
જેમાં નડિયાદ ઘટક-૦૧ ના કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ (શ્રી અન્ન) અને
THRમાથી બનાવેલ વાનગીઓની “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
વાનગી સ્પર્ધામાં THR માંથી બનેલ વાનગીના પ્રથમ ત્રણ વિજેતા અને મિલેટ (શ્રી અન્ન) તેમજ
સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોમાંથી બનેલ વાનગીના પ્રથમ ત્રણ વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ
તથા હાજર રહેલ કાર્યકરો દ્વારા પૌષ્ટિક આહાર વિશે જન સમુદાયમાં જાગૃતતા કેળવાય તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મનીષાબેન બારોટ, પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ.,
ખેડા જિલ્લા પંચાયત નડીઆદ, પ્રજ્ઞાબેન મેવાડા, ઇ.ચા.બાળ વિકાસ યોજના અધિકારીશ્રી,
નડિયાદ ઘટક-૦૧, મુખ્ય સેવિકાશ્રી વનિતાબેન દવે, મીનાક્ષીબેન રાઠોડ, કિરણાબેન પટેલ,
PSE સ્મિતાબેન મેકવાન તથા પોષણ અભિયાન બ્લોક કો-ઓર્ડીનેટર મહેશભાઇ પરમાર સહિત આંગણવાડી કાર્યકરો જોડાયા હતા.