ખેડબ્રહ્મા : ભારત વિકાસ પરિષદ” દ્વારા રાષ્ટ્રીય ચેતનાકે સ્વર સમૂહ ગાન સ્પર્ધા..

“ભારત વિકાસ પરિષદ” ખેડબ્રહ્મા દ્વારા યોજવામાં આવેલ
રાષ્ટ્રીય ચેતનાકે સ્વર સમૂહ ગાન સ્પર્ધા માં પ્રાથમિક તેમજ માધ્યમિકવિભાગમાં તાલુકાની શાળાઓએ ભાગ લઈ
બાળકોએ તેમની પ્રતિભા બતાવી હતી.જેમાં અંતરિયાળ વિસ્તાર હોવા છતાં પણ સારો દેખાવ કર્યો હતો.
ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
જેમાં બાળકોની પ્રતિભાને બહાર લાવવા
શિક્ષકો મહેનત પણ કરે છે જે આવા કાર્યક્રમ માં દેખાઈ આવે છે.
જેમાં ખેડબ્રહ્મા તાલુકાશાળા ના બાળકો એ પ્રથમ સ્થાન મેળવવા બદલ ભારત વિકાસ પરિષદ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આમ શાળાના બાળકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તે બદલ ભાગ લેનાર અને સહયોગ આપનાર તમામને ખુબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ, સભ્યતા તેમજ દેશભક્તિની ભાવનાને વિદ્યાર્થી અવસ્થામાં જ જાગૃત તેમજ
ઉજાગર કરવાના પ્રયાસ સ્વરૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે રાષ્ટ્રિય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે..
ખેડબ્રહ્મા શાખા દ્વારા તારીખ 02/08/2024 ને શુક્રવારે, સંયોજક/સહસંયોજકો અને
સભ્યોના અથાક પ્રયત્નો થી ખુબ સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું..!!