પંચમહાલ : ગોધરાનગર પાલિકામા આવેલ બાગ-બગીચાઓ બિસ્માર હાલતમા..

પંચમહાલ જીલ્લા ના મુખ્ય મથક ગોધરા મા ગોધરા નગર પાલિકા દ્વારા શહેરીજનો તથા નાના બાળકોને હરવા-ફરવા સહિત
ખેલકૂદ માટે પાલિકા વિસ્તારમાં બાગ બગીચાઓ નિર્માણ કરવામાં આવ્યા હતા
તેમાં સૌથી જૂના બાગ તરીકે ઓળખાતા નેહરુ બાગ જે હવે અટલ ઉદ્યાનથી ઓળખાય છે..
એક બાજુ સરકારશ્રી દ્વારા બાગ બગીચાઓની જાળવણી અને
મરામત માટે વર્ષે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ
સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ પ્રકારે જોવા મળી રહી છે..

બાગમાં જાડી જાખડા તથા રમત ના સાધનો પણ બાળકો માટે જોખમી સ્થિતીમા જોવા મળે છે..
ગોધરા નગરપાલિકાના બાગ બગીચાઓ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા તથા રમત ગમતના સાધનો બાળકો માટે
જોખમી બનેલ હોય ત્યારે ગોધરા નગર પાલિકા દ્વારા
વહેલી તકે આ બાગ બગીચાઓની સાફ સફાઈ સહિત મરામત કરવામાં આવે
તેવી નગરજનોમા લોકમાંગ ઉઠવા પામી છે..