દાહોદ જિલ્લાના ટી.બી. વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઇ મેદાને

ગુજરાતમાં ક્ષય વિભાગના કર્મચારીઓની અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ થઈ છે.
દાહોદમા પણ ટી.બી વિભાગના કર્મચારીઓએ આજે ધરણાં કર્યા હતા.આ કાર્યક્રમ ક્રમશ: આગળ વધતા રહેશે તેમ જાણવા મળ્યુ છે.
માત્ર આશ્વાસન મળતાં આંદોલન આગળ વધ્યુ
ટી.બી.વિભાગના કર્મચારીઓ પાંચ કરતા વધુ વર્ષથી સરકારના સક્ષમ અધિકારીઓ અને પદાધિકારીઓને લેખિત રજુઆતો તેમજ રૂબરૂ મળીને નિયમાનુસાર તમામ માંગણીઓ સંતોષવા સતત વિનંતીઓ કરતા આવ્યા છે.
વચ્ચેના સમયમાં પેનડાઉન – દર્દીની સેવા સિવાયની તમામ કામગીરી સ્થગિત કરવા સાથે હડતાળ કરતા રહ્યા છે
પરંતુ માત્ર આશ્વાસનો મળ્યા છે .
સરકારને જાણ કરવા છતાં નિરાકરણ આવ્યુ નથી
કર્મચારીઓના જણાવ્યા અનુસાર ક્ષય જેવી મહા વ્યાધિ વિરૂધ્ધ સતત લડત આપી રહેલા કર્મીઓને માત્ર લોલીપોપો જ આપવામાં આવી રહી છે.
ત્યારે ફરી એકવખત પોતાની સમસ્યા – પડતર માંગણીઓને લઈને તાજેતરમાં રજુઆત કરી અને શાંતિપ્રિય રીતે સરસકારની આંદોલન નિવારણ સમિતિ સહીત તમામને પત્રથી જાણ કરી સંભવીત હડતાલના અંતિમ સશસ્ત્રથી અવગત કરાયા હતા
અને સત્વરે નિરાકરણ લાવવા જણાવાયુ હતુ પરંતુ સરકારમાં રહેલા આરોગ્યના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીના અણધડ આયોજનો,
કાર્યકુશળતાનો અભાવ અને જાહેર આરોગ્ય તેમજ જાહેરહિતની પરવા વગર વેઠીયાપ્રથાનું માનસ ધરાવી ક્ષય વિભાગના કરારી કર્મીઓની હડતાલની પુર્વસુચનાને અવગણી આંદોલનની પરિસ્થિતી નિર્માણ કરી છે.
જાહેર આરોગ્ય સામે જાેખમ ઉભુ કરેલ છે જે વેદનાજનક રહ્યું છે.
સંઘપ્રમુખના જણાવ્યાનુસાર વિવિધ પ્રકારની વ્યુહરચના સાથે હડતાલને ઉગ્ર બનાવાશે અને કચેરી-ઘરો સહિતના સથળે ઘેરાવના આયોજનો પણ થશે.
તેવી ચીમકી સાથે આજે દાહોદ જિલ્લા ટી બી કચેરી આગળ કર્મચારીઓએ ધરણાં શરુ કર્યા છે.