કુંડી લિકેજ થવાથી ખેતરમાં પાણી ફરી વળતાં એરંડાનો ઊભો પાક બળી ગયો

લખતર તાલુકાના અણિયાળી ગામનાં ઠાકરશીભાઈ અમરશીભાઈ ડાભીએ લખતર તાલુકા મામલતદારને તેઓનાં ખેતરમાં લીકેજ કેનાલની કુંડી અંગે લેખિત રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે તેઓ ખેતી કરી કુંટુંબનું ગુજરાન ચલાવે છે.
તેઓના ખેતરના ઉપરના ભાગે પેટા કેનાલની કુંડી આવેલી છે. તે જર્જરિત થઇ ગઈ હોવાથી લીક થાય છે.
તે કુંડી લીક થવાના કારણે તેમના ખેતરમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકશાન થાય છે.
હાલમાં જ એરંડાનો ઉભો પાક બળી ગયો હોવાનું લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું.
તો આ અંગે નર્મદાની ઓફિસે રજૂઆત કરી હતી.
ત્યાંથી ખેતરે મુલાકાત માટે પણ આવ્યા બાદ તેઓની પાસે હાલ માણસો ન હોઈ પછી કામ કરાવી આપવાનું જણાવતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી ઠાકરશીભાઇએ લખતર મામલતદારને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
