મહેસાણાના લાખવડ રોડ પર ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો, પથ્થરમારો કરી શખ્સો ફરાર

મહેસાણામાં અવારનવાર રખડતા ઢોરો વાહન ચાલકો અને રાહદારીઓને હડફેટે લેતા ઈજાઓ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
ત્યારે મહેસાણા પાલિકા દ્વારા શહેરમાં ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
ત્યારે રવિવારે સાંજે 9 કલાકે લાખવડ રોડ પરની ઋષિનગર પાસે પાલિકાની ટીમ ઢોર પકડગ ગઈ
એ દરમિયાન ટીમ પર બે શખ્સોએ પથ્થર મારો કરી ઈજાઓ કરી હોવાની ઘટના સામે આવી છે.
રાત્રી દરમિયાન ઢોર પકડવા ગયેલી ટીમ પર પથ્થર મારો
મહેસાણા પાલિકાની એજન્સી દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે.
ત્યારે અગાઉ પણ પાલિકાની ઢોર પકડતી એજન્સી પર ગાયો પકડવા મામલે ધમકી આપવામાં આવી હતી.
તેમજ પોલીસની સાથે રખડતા ઢોર પકડવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
જોકે, રવિવારે મહેસાણા પાલિકાની એજન્સી લાખવડ રોડ પર આવેલ ઋષિનગરમાં રખડતા ઢોર પકડવા ગઈ હતી.
એ દરમિયાન રમો રબારી થતા ભીખો રબારી બાઇકો લઇ આવી જતા પાલિકાની ટીમે પકડેલા ઢોરને નીચે ઉતારી પાલિકાના ડ્રાઇવર સાથે બોલાચાલી કર્યા બાદ લાફા અને મારઝૂડ કરી હતી.
બાદમાં ગયો છોડાવવા આવેલા ઈસમોએ પાલિકાની ગાડીઓ પર અને કર્મીઓ પર પથ્થર મારો કર્યો હતો.
તેમજ ભેગી કરેલી ગાયોને ભગાડી મૂકી હતી અને હવે આ એરિયામાં ગયો પકડવા આવ્યા છો તો “જાનથી મારી નાખીસુ” એવી ધામકીઓ આપી પોતાના વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર મામલે હાલમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં હુમલો કરનાર રબારી રમો અને રબારી ભીખા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.