સેવાલિયા ગામે ઈન્દીરા નગરી પાસે સરકારી જમીનમાંથી લાખોની માટી ચોરી

સેવાલિયામાં આવેલા ઈન્દીરા નગરી વિસ્તાર પાસે આવેલી ખુલ્લી જમીનોમાં રાત્રિ દરમિયાન બેરોકટોક જેસીબી મશીન, ડમ્પરો તેમજ
અનેક ટ્રેકટરો સાથે મોટા પાયે માટીની ચોરી કરી હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
તથા ચોરીમાં વપરાયેલા મશીનોના નિશાનો પણ પુરાવા રજૂ કરી રહ્યા છે.
ત્યારે પાલી ગ્રામ પંચાયત તાબે આવેલા આ વિસ્તારમાં થઈ રહેલી માટીની ચોરીનો મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
અને ચોરીની તમામ હકીકતો સાથેના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ આ તમામ માટી ચોરીનું રેકેટ વગદાર અને કહેવાતા સજ્જન ચોરો દ્વારા લાખો રૂપિયાની માટી વગર પરવાનગીએ પોતાના ખાનગી માલિકીની જગ્યાઓમાં ગેરકાયદે પુરાણ કરવા માટે બેરોકટોક ચોરવામાં આવે છે.
જેને કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાની નુકશાની થવા સાથે આમાં જવાબદાર અધિકારીઓનો લાગભાગ હોવાને કારણે આજદિન સુધી આ જગ્યાએ તપાસ સુદ્ધાં થવા પામી નથી.
ખનીજ અને માટીને ખોદીને અન્યત્ર ઉપયોગમાં લેવા માટે સરકારી નિયમ પ્રમાણે સરકારમાંથી પરમિશન અને મંજૂરી લેવી પડે છે જેનો સમયગાળો લાંબો હોય છે.
અને સરકારી કચેરીઓના કેટલીય વખત ધક્કા ખાધા પછી કાયદેસરની પરવાનગી મળતી હોય છે.
નિયમ મુજબ નક્કી કરાયેલી જગ્યામાંથી પૂર્વ અને ખોદાયા બાદ માપણી કરી તે મુજબની રોયલ્ટીની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા બાદ જ આ સરકારી કે ખાનગી માટીનું ખોદકામ કરી
તેને બીજા ખેતર કે બિનખેતી ઉપયોગી જમીનમાં ફેરબદલ કરી શકાય છે.
પરંતુ નામચીન ખનીજ માફિયાઓ ગમે ત્યાં મનફાવે તે રીતે સરકારી જમીનો ઉપર બુલડોઝરથી માટીની પરવાનગી વગર ખોદી પોતાના જમીનોમાં પુરી સરકારી નિયમોની ઐસ કી તૈસી કરી ખુલ્લેઆમ ઉલંઘ્ઘન કરી રહ્યા હોવાની લોકચર્ચા વ્યાપી છે.