મોડાસા : ઉત્તરાયણ પર્વ પૂર્વે આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી..
આ સેવા યજ્ઞ આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી અવિરત પણે 12 વર્ષ પુર્ણ કરી
તેરમાં વર્ષમાં પ્રવેશી બહેરામુંગા શાળાના 160 જેટલા બાળકોને ઉંધિયું,જલેબી અને પુરીનું ભોજન
આજ રોજ પીરસવામાં આવ્યું હતું. આ અવિરત સેવા યજ્ઞમાં સાથે સાથે દાતાઓની આહુતી રૂપે પેન્સીલ કીટ તથા
પૌષ્ટીક ચીકી બાળકોને આપવામાં આવી હતી.આ સેવા યજ્ઞમાં આજ રોજ આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપના
ભગીરથભાઈ કુમાવત, નીતિનભાઈ પંડયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ,
ન.પા. ઉપ પ્રમુખ રોહીતભાઈ પટેલ, જયેન્દ્રભાઈ પંડયા, કિંજલ પટેલ, મોના રાજપુત તથા ગ્રુપના અન્ય સભ્યો સાથે
સંસ્થાના મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ , હિસાબનીશ પરીનભાઈ જોષી, હોસ્ટેલના ગૃહમાતા દીપ્તીબેન ભાવસાર ઉપસ્થિત રહી
આ સેવા યજ્ઞમાં સહભાગી બન્યા હતા..આ સેવા યજ્ઞમાં ઓનલાઈન તથા ઓફ્લાઈન ફાળો આપેલ હતો એમનો પણ આભાર માનવામાં આવ્યો હતો.