પંચમહાલ : સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ડ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા..

સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ડ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા:
પંચમહાલ જિલ્લાના બી.સી.માલીવાડને મહીસાગર ACB ટીમે છટકલું ગોઠવી આઠ હજારની લાંચ લેતાં ઝડપ્યાં..
ગોધરા શહેર સીટી સર્વે સુપરિડેન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ 8 હજારની લાંચ લેતાં ACBના છટકામાં તેમની જ કચેરીમાંથી ઝડપાઈ ગયા છે.
અરજદાર પાસેથી પાકી નોંધ પાડવા માટે લાંચની માગણી કરી હતી, પરંતુ અરજદાર આ રકમ નહી આપવા માગતાં હોવાથી
મહીસાગર એસીબીની ટીમને જાણ કરી હતી. જેથી આજરોજ સીટી સર્વેની ઓફિસમાં મહીસાગર એસીબી ની ટીમ એ ગોઠવેલા છટકામાં
ગોધરા શહેર સીટી સર્વે સુપરિડેન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ 8 હજારની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા.
ACB સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અરજદારે તેના બહુમાળી મકાનમાં આવેલા ફ્લેટનું વેચાણ કર્યું હતું.
જેની નોંધ મંજૂર કરવા ગોધરા સીટી સર્વે સુપરિડેન્ટેન્ડટે રૂ.15,000ની લાંચની માંગણી કરી હતી.
જેથી જે તે વખતે અરજદારે રૂ.7,000 આપી નોંધ મંજૂર કરાવી હતી.
ત્યારબાદ ફરિયાદીએ તેઓના કાકાની છોકરીઓએ ખરીદ કરેલી દુકાનની નોંધ પડાવવા
આ કામના આરોપીને મળી રૂપિયા 2500 લઇ કાચી નોંધ પાડી આપી હતી.
પાકી નોંધ થોડા દિવસ પછી કરી આપીશ તેમ આરોપીએ જણાવ્યું હતું, પરંતુ પાકી નોંધ નહી પડતાં
ફરિયાદી આ કામના આરોપીને તેઓની ઓફીસમાં જઇ મળ્યા હતા.
જ્યાં બહુમાળી બાંધકામમાં આવેલા ફ્લેટની વેચાણ નોધ મંજૂર કરી હતી.
જેના બાકી રકમ રૂ.8,000ની લાંચની માંગણી ફરિયાદી પાસે કરી હતી.
જે લાંચના નાણા ફરિયાદી આપ્યા ન હતા.અને મહીસાગર એ.સી.બી.ને ફરિયાદ કરી હતી.
ફરિયાદીની ફરિયાદ આધારે મહીસાગર એસીબીના પીએસઆઇ એમ એમ તેજોત અને
પંચમહાલ એસીબી ગોધરાના મદદનીશ નિયામક બી એમ પટેલએ ગોઠવાયેલા છટકા દરમ્યાન
પંચમહાલ સીટી સર્વે સુપરિડેન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ રૂ.8,000ની લાંચની માંગણીના નાણા સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.
હાલમાં મહિસાગર એસીબીએ પંચમહાલ સીટી સર્વે સુપરિડેન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.