દેવગઢ બારીયામાં ચાલતાં જતાં આધેડને ગાડીએ અડફેટે લેતાં મોત

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની સાઈડમાં ચાલતાં પસાર થઈ રહેલ એક રાહદારીને અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં રાહદારીનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યુ હતુ.જેથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
રાહદારી વાહન ચાલકની બેફિકરાઈનો ભોગ બન્યો
ગત તા.22 મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ નગરમાં આવેલી કન્યાશાળા સામે રોડ પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો.
તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલ દેવગઢ બારીઆ નગરમાં કાપડી રશી ફળિયામાં રહેતાં 56 વર્ષીય મજીતભાઈ રસુલ કડવાને અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો.
શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ થઈ
આ અકસ્માતમાં મજીતભાઈને હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ઈસુફભાઈ રસુલભાઈ કડવાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.