મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી ન કરવા VCEને આદેશ કરાયો

પ્રતીકાત્મક તસવીર:મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી ન કરવા VCEને આદેશ કરાયો

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી ન કરવા VCEને આદેશ કરાયો

પ્રતીકાત્મક તસવીર:મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી ન કરવા VCEને આદેશ કરાયો
પ્રતીકાત્મક તસવીર:મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી ન કરવા VCEને આદેશ કરાયો

 

ખરીફ પાકને ટેકાના ભાવે ખેડુતો વેચાણ કરી શકે તે માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ઇ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

ઓનલાઇન નોંધણી આગામી તારીખ 25મી, સપ્ટેમ્બરથી તારીખ 24મી, ઓક્ટોબર સુધી કરાશે.

જોકે ઓનલાઇન નોંધણી સહિતની કોઇપણ પ્રકારની કામગીરી નહી કરવાનો ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળે આદેશ કર્યો છે.

ટેકાના ભાવે ખેડૂતો ખરીફ પાકનું વેચાણ

હાલમાં રાજ્યભરમાં વીસીઇએની હડતાલ ચાલી રહી છે.

તેવા સમયે ખેતી નિયામકના ખરીફ પાકની પ્રાઇઝ સપોર્ટ હેઠળ ટેકાના ભાવે ખેડૂતો ખરીફ પાકનું વેચાણ કરી શકે તે માટે ઓનલાઇન નોંધણીનો પત્ર કર્યો છે.

આથી ખરીફ પાક-2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ ટેકાના ભાવે ખેડુતો મગફળી, મગ, અડધ અને સોયાબીનની વેચાણ કરી શકે તે માટે ઓનલાઇન નોંધણી કરવાની રહેશે.

વીસીઇએની હડતાલ

જોકે ઓનલાઇન નોંધણી તારીખ 25મી, સપ્ટેમ્બરથી શરૂ કરાશે જે આગામી તારીખ 24મી, ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

આથી ખેડુતોએ ગ્રામકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઇએ મારફતે નાફેડ ઇ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવાનો વિકાસ કમિશ્નરે આદેશ કર્યો છે.

ત્યારે વીસીઇએની હડતાલને પગલે ઓનલાઇન નોંધણી કેવી રીતે થશે તેવા પ્રશ્નો ખેડુતોમાં ઉઠવા પામ્યા છે.

ખેડૂતોની ઓનલાઇન નોંધણીનો બહિષ્કાર

 

જ્યારે બીજી તરફ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળે આદેશ કર્યો છે કે ખરીફ પાકની ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણીનો બહિષ્કાર કરવામાં આવે છે.

ઉપરાંત જ્યાં સુધી આપણી માંગણીઓનું કોઇપણ નિરાકરણ આવે નહી ત્યાં સુધી કોઇપણ પ્રકારની ઓનલાઇન નોંધણી સહિતની કામગીરી કરવી નહી.

અમારા પ્રશ્નો ઉકેલ લાવો પછી નોંધણીનો વિકાસ કમિશનરને લેટર

વિકાસ કમિશ્નરના ઓનલાઇન નોંધણીના આદેશની સામે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિહ (ઓપરેટર) મંડળે વિકાસ કમિશ્નરને લેખિત જણાવ્યું છે કે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવો પછી જ ઓનલાઇન નોંધણી સહિતની કામગીરી કરવામાં આવશે.

પ્રત્યેક નોંધણી દીઠ રૂપિયા 13નું કમિશન

ગ્રામકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રોમાં વીસીઇએ દ્વારા ખેડુતોની ઓનલાઇન નોંધણી કરવા બદલ પ્રત્યેક નોંધણી દીઠ રૂપિયા 13નું કમિશન આપવામાં આવશે.

ઉપરાંત ખેતી નિયામક કચેરી દ્વારા બાયસેગ મારફતે વીસીઇએને ટુંક સમયમાં તાલીમનું આયોજન કરાશે તેવો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp