જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી

પ્રતીકાત્મક તસવીર:જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી

જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી

પ્રતીકાત્મક તસવીર:જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી
પ્રતીકાત્મક તસવીર:જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી

 

દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરની પરિક્રમાએ ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે.

આ જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતની જમીન મુસ્લિમોને ભાડા કરાર કરી આપી દીધી હોવાનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી સર્જાયો છે.

આ વિવાદ અત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, પણ અહીં વાત એની નથી કરવાની ,પણ લડત ચલાવી રહેલા વીએચપીના પૂર્ણકાલીન કાર્યકર્તા ધર્મેન્દ્રભાઇ પટેલ (ભાવાણી)ની છે.

તેમને ઉદયપુરના કનૈયાની જેમ ગળું કાપી નાખવાની ધમકી મળી રહી છે એ વાત અહીં કરવાની છે.

વધારે ગંભીર વાત એ છે કે તેમણે એક મહિના કરતાં વધારે સમયથી પોલીસ રક્ષણ માગ્યું હોવા છતાં ગુજરાત પોલીસે હજુ સુધી તેમને રક્ષણ પૂરું પાડ્યું નથી.

ધર્મેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ રાજ્યના ડીજીપી, શહેર પોલીસ કમિશનર સહિતના પાસે 15મી ઓગસ્ટના રોજ અરજી કરી રક્ષણ માગ્યું છે.

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.

એટલે સુધી કે તેમને ફોન રીસીવ કરવા મેસેજ પણ કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડયો નહીં હોવાથી વાત થઇ શકી ન હતી.

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરની જમીન બારોબાર પધરાવી દેવામાં આવી હોવાના સર્જાયેલા વિવાદ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા સત્ય જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે ધર્મેન્દ્રભાઇ ભાવાણીને વિધર્મીઓ દ્વારા ફેસબુક મારફત ધમકીઓ આપવામાં આવી રહી છે.

એટલું જ નહીં, તેમણે આ અંગે પોલીસ રક્ષણ મેળવવા માટે રાજ્યના સત્તાધીશોને અરજી આપી હોવા છતાં તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું નહીં હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો હતો,

જેથી દિવ્ય ભાસ્કરે ધર્મેન્દ્રભાઈ ભાવાણી સાથે વાતચીત કરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્ણકાલીન કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ ભાવાણી સાથેના સવાલ-જવાબ

 

પ્રશ્ન: તમને કોણે, ક્યારે અને કઈ રીતે ધમકી આપી ?

જવાબ: મારે વિશ્વ હિન્દુ પરિષદના કામ અર્થે, જેવા કે ધર્માન્તર, લવ-જેહાદ જેવા વિષયો માટે દેશ અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જવાનું રહે છે.

ગઇ 15મી ઓગસ્ટના રોજ ઉઝેર ખાન નામના ફેસબુક આઇ.ડી.થી મારા ફેસબુક પર આ સત્ય ઉજાગર કરવાના કાર્યમાંથી હટી જવા અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ત્યાર બાદ 22 ઓગસ્ટના રોજ ઇસ્માઇલ ખાન નામની વ્યક્તિના ફેસબુક આઇ.ડી.થી ધમકી આપવામાં આવી હતી.

એમાં તો મારું ડોકું કાપેલું કાર્ટૂન મોકલવામાં આવ્યું હોવાનું બતાવવામાં આવ્યું હતું.

આ વિચારધારાથી જ ઉદેપુરના કનૈયાનું ડોકું કાપવામાં આવ્યું હતું,

એવી વિચારધારા આ વિષયમાં કામ કરી રહી છે.

પ્રશ્ન: તમને ધમકી મળ્યા પછી તમે શું કર્યું ?

જવાબ: આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, ગુહ રાજયમંત્રી, ડી.જી.પી., શહેર પોલીસ કમિશનર, પાલડી પોલીસ મથકમાં સુરક્ષા મેળવવા માટે અરજી કરી છે.

અમારા સંબંધિત પદાધિકારીઓએ પણ ગુજરાતના ગૃહ રાજયમંત્રીને અમને સુરક્ષા આપવામાં આવે એવી રજૂઆત કરી છે.

કોઈ એવું માને કે જો અમને સુરક્ષા નહીં મળે તો અમે જતા રહીશું એમ નથી.

આવી ધમકીઓથી અમે ડરતા નથી. અમે અપેક્ષા જરૂર કરીએ છીએ કે સરકાર અમને સુરક્ષા આપીને અમારી લડાઇને મજબૂતાઇથી આગળ વધારવા માટે સાથ આપે.

સચ્ચાઈનો સાથ આપે. કહેવાય છે કે આ સરકાર હિન્દુઓની સરકાર છે.

પરંપરા, મંદિરોને બચાવવાળી સરકાર છે, પરંતુ સરકારની ઇચ્છાશક્તિ જ એ પુરવાર કરી શકે છે.

પ્રશ્ન: તમને રક્ષણ આપવામાં આવ્યું ?

જવાબ: ના હજી સુધી મને કોઈ રક્ષણ મળ્યું નથી. હું સરકાર પાસે માગણી કરું છું કે ચેરિટી કમિશનરના હુક્મને કાયમ રાખીને સુઓમોટોના આધાર પર કમિટીની રચના કરવામાં આવે.

આ કમિટી અમદાવાદની જગન્નાથ મંદિરની જમીન તેમ જ અન્ય મંદિરોની મિલકતોનો સર્વે કરે અને આવનારા દિવસોમાં સત્ય બહાર લાવે.

પ્રશ્ન: આપને જગન્નાથ મંદિરની જમીન વેચી મારી હોવાની ક્યારે અને કેવી રીતે ખબર પડી હતી ?

જવાબ: લેન્ડ જેહાદ એક પડકાર છે અને દેશભરમાં ચાલતું સુવ્યવસ્થિત ષડયંત્ર છે.

આ વાત સપ્ટેમ્બર-2019માં મારા ધ્યાન પર આવી હતી.

પ્રશ્ન: કયા વિસ્તારની કેટલી જમીન કેટલી રકમમાં વેચી દેવામાં આવી?

જવાબ: અમદાવાદના બાર સર્વે નંબરની જમીન છે, એમાંથી 10 સર્વે નંબરો બહેરામપુરા વિસ્તારના છે

અને બે સર્વે નંબર દાણીલીમડા વિસ્તારના છે. આ બાર સર્વે નંબરની 2 લાખ 97 હજાર ચો.મીટર જમીન છે.

આ જમીનો ગાયના ઘાસચારા માટે કોર્પોરેશન તથા દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી.

જે જમીનોની આજે કેટલી કિંમત હશે એ બોલી પણ શકાય એમ નથી. એટલી મોંઘી જમીન મુસ્લિમ ખરીદદારોને આપી દેવાનું પાપ મંદિરના રક્ષણકર્તાઓએ જ કરીને ભક્ષણ કરવાનું કામ કર્યું છે.

ગાય માતાના મોંમાંથી ઘાસ છીનવવાનું કામ કર્યું છે.

પ્રશ્ન: ખબર પડ્યા પછી તમે જગન્નાથ મંદિરના સત્તાવાળાઓને વાત કરી હતી ?

જવાબ: હું જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓને મળવા ગયો હતો. બહુ જ વિનંતી કરી હતી,

પરંતુ મંદિરના વહીવટકર્તાઓ તૈયાર થયા નહીં . આ લેન્ડ જેહાદ ષડયંત્ર છે.

મંદિર આગામી દિવસોમાં પૂરી રીતે ખતમ થઈ જશે.

આ લડાઈ મંદિર હિન્દુ ધર્મ તેમ જ ગાય માતા અને મંદિરની જમીનને બચાવવા માટે અતિઆવશ્યક છે, પરંતુ તેઓ સમજ્યા નહોતા.

પ્રશ્ન: પછી તમે શું કર્યું, એમાં શું થયું ?

જવાબ: ઓક્ટોબર-2019માં ચેરિટી કમિશનરમાં ફરિયાદી બનીને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી લડાઈ લડવાનું નક્કી કર્યું હતું.

ચેરિટી કમિશનરમાં અમારા ઉપરાંત અન્ય ધર્મપ્રેમીઓ દ્વારા ફરિયાદ કરીને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

તેની સાથે અમે પી.એમ.ઓ., દેશના ગુહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, મહેસૂલમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને આ અંગે ફરિયાદ કરી હતી.

પ્રશ્ન: ચેરિટી કમિશનરમાં તમારી તરફેણમાં ચુકાદો આવ્યા પછી શું થયું ?


જવાબ: 
ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર વાય.એમ. શુક્લએ ચુકાદો આપ્યો છે.

આ ચુકાદામાં મંદિરની તમામ જમીન અંગેના કરાર રદ કર્યા છે.

આ જમીન અમદાવાદના બહેરામપુરા અને દાણીલીમડામાં આવેલી છે.

આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ થઈ છે.

પ્રશ્ન: ચેરિટી કમિશનરના ચુકાદા સામે કોણ કોણ હાઇકોર્ટમાં ગયું, હાલ કેસની શી સ્થિતિ છે ?

જવાબ: જગન્નાથ કન્સલ્ટન્સીના નામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી,

જેના પ્રોપરાઇટર ઉસ્માન ગનીભાઈ ઘાંચી છે. જગન્નાથ કન્સલ્ટન્સી કોઈ હિન્દુની હશે તેવું લાગે,

પરંતુ તે હિન્દુ નથી. જગન્નાથ કન્સલ્ટન્સી જેવું હિન્દુ નામ રાખીને લેન્ડ જેહાદના ષડયંત્રને સફળ બનાવીને હિન્દુ સમાજ સામે પડકાર ફેંકયો છે.

પછી હાઇકોર્ટમાં જગન્નાથ કન્સલ્ટન્સી પ્રોપરાઇટર સહિત અન્યોએ અપીલ દાખલ કરી હતી.

ત્યારે દુઃખની વાત તો એ છે કે મંદિરની જમીન મુસ્લિમ બિરાદરોના હાથમાં જતી રહે તેવો મંદિરના વહીવટકર્તા મહેન્દ્ર ઝા દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે.

અમે પણ અપીલમાં પક્ષકાર તરીકે જોડાવવા અરજી કરીને જોડાયા છીએ.

આ મેટર હાલ હાઇકોર્ટમાં ચાલી રહી છે, એટલે હું વધુ કંઈ નહીં કહી શકું.

પ્રશ્ન: તમે બીજાં કયાં કયાં પગલાં ભર્યા?

જવાબ: સરકાર સાથે 11 કરોડથી વધુની સ્ટેમ્પ ડયૂટીની ચોરી જમીન લેનાર અને વેચનાર દ્વારા કરવામાં આવી હોવા અંગેની પિટિશન પણ લોકાયુક્તમાં અમે કરી છે.

એમાં ન્યાય મેળવવા તથા લેનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી દાદ માગવામાં આવી છે.

જો એમાં ન્યાય નહીં મળે તો આ અંગે પણ અમે હાઇકોર્ટમાં જઈશું.

શું છે સમગ્ર મામલો…

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી દિલીપદાસજીએ કઈ જમીન કોને ભાડાપટ્ટે આપી?

જગન્નાથ મંદિરના સોલ ટ્રસ્ટી અને મહામંડલેશ્વર મહંત દિલીપદાસજીએ જાકીરુદ્દીન સદરુદ્દીન કુરેશી સાથે 100 રૂપિયાના સ્ટેમ્પ પર 12 જાન્યુઆરી-2016ના રોજ કરેલા કરારમાં જણાવ્યા મુજબ, અમદાવાદ-5 ( નારોલ )ના સિટી તાલુકાના મોજે-બહેરામપુરાની સીમમાં રેવન્યુ સર્વે નં. 239 પૈકીવાળી 6779 સમચોરસ મીટર યાને 8110 સમચોરસવાર જૂની શરતની બિનખેતીની જમીન અમે એક તરફવાળાના કુલ સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની આવેલી છે,

એ પૈકી 2744 સમચોરસમીટર યાને 3282 સમચોરસવાર જમીન એક તરફવાળા મંદિરે બીજી તરફવાળા જાકીરુદ્દીનને ભાડે આપેલી છે.

આ જમીનનું ભાડું માસિક 25,000 રૂપિયા નક્કી કર્યું છે. માસિક ભાડાની રકમ ડિપોઝિટના વ્યાજની રકમમાંથી એક તરફવાળા મંદિરને મળી જાય એ હેતુથી કુરેશીએ રૂપિયા 50 લાખ ડિપોઝિટ તરીકે આપેલા છે.

આ ડિપોઝિટમાં ભાડાની રકમ કરતાં વધુ વ્યાજ આવે તો એના પર જાકુરુદ્દીનનો કોઈ હક રહેશે નહીં તેમ જ ડિપોઝિટની રકમ પર તેમનો હવે પછીથી કોઈપણ પ્રકારનો હક કે અધિકાર રહેતો નથી.

બીજી બાજુ, આ જમીનનો બીજી તરફવાળા કુરેશી તેમનું દિલ ચાહે તેમ ઉપયોગ કરવા, બાંધકામ કરવા, કરાવવા હકદાદાર છે.

તેમાં મંદિરે કોઈપણ પ્રકારની હરકત, તકરાર કે અટકાયત કરવાની નથી કે વાંધો લેવાનો નથી.

જ્યાં સુધી કુરેશી મિલકતને ભાડે રાખવા તૈયાર હોય ત્યાં સુધી મંદિરે આ મિલકતનો ભાડા કરારનો અંત લાવવાનો નથી કે કબજો ભોગવટો પરત મેળવવાનો નથી કે એ અંગે કોઈ તકરાર કરવાની નથી.

તો સામા પક્ષે જાકીરુદ્દીન કુરેશીએ ડિપોઝિટની કે ભાડાની રકમ પરત માંગવાની નથી કે તે અંગે કોઈ તકરાર કરવાની નથી.

શું થયો કરાર ?

જગન્નાથ મંદિરના સોલ ટ્રસ્ટી તરીકે મહંત દિલીપદાસજીએ જગન્નાથ કન્સલ્ટન્સીના સોલ પ્રોપરાઇટર યાસીન ગનીભાઈ ઘાંચી સાથે સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરેલા ડીડ ઓફ એસાઇનમેન્ટમાં જણાવાયું છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મોજે શાહવાડી, નવી શાહવાડી તથા રાણીપુરના કુલ મળીને 160 વીઘા તથા 8.05 ગુંઠા જમીનના ટેનન્સી રાઇટને બદલે આ જમીન પર્મેનન્ટ લીઝહોલ્ડર તરીકે મંદિરને 4-12-1992ના રોજથી આપી હતી.

મંદિર આ જમીન કે જે બહેરામપુરાની સીમના સર્વે નં. 138 ( જૂનો સર્વે નંબર 160,161, 172થી 178, 181થી 193, 221થી 224 )ની પ્લોટ નંબર 136 જેનું ક્ષેત્રફળ 53 વીઘા અને 10.1-3 ગુંઠાવાળી જમીનના ભાડા પટ્ટેદાર તરીકે ધારણ કરતા આવ્યા છે.

આ ઔદ્યોગિક હેતુની બિનખેતીની જમીન જે સુએઝ ફાર્મ તરીકે ઓળખાય છે એ પૈકી બ્લોક-સેકટર-એની આશરે 24111 ચોરસ મીટર પર્મેનન્ટ લીઝ હોલ્ડ ઔદ્યોગિક હેતુની જમીન કે જેનો સમાવેશ દાણીલીમડા સાઉથ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 38-2માં થયેલી છે.

આ જમીન સંદર્ભે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. એ મુજબ માસિક ભાડું 1,65,000 નક્કી કરવામાં આવ્યું છે.

આ જમીન પેટે યાસીન ઘાંચીએ 7.75 કરોડ રૂપિયા મંદિરને ડિપોઝિટ પેટે આપ્યા છે.

આ ડિપોઝિટની રકમના વ્યાજની આવક એ આ જમીનની ભાડાની રકમ ગણવાની છે,

પરંતુ સંજોગોવસાત્ વ્યાજના દરમાં વધ-ઘટ થાય તો એ સંજોગોમાં જે કાંઈપણ વ્યાજ આવે તો એની રકમ ભાડા તરીકે ગણવાની છે.

આ રકમ મંદિર પાસેથી પરત મેળવવા લખાવી લેનાર યાસીન ઘાંચી કોઈપણ જાતની કાર્યવાહી કરવાની નથી તેમ જ તેઓ મંદિર પાસેથી વસૂલ કરવા હક્કદાર નથી.

ચેરિટી કમિશનરનો શું છે હુક્મ?

ચેરિટી કમિશનર વાય.એમ. શુક્લએ 7મી જાન્યુઆરી-2020ના રોજ આપેલા ચુકાદામાં નોંધ્યું છે કે જેમની પાસે ટ્રસ્ટની મિલકતનો કબજો છે

તેઓ કાયદાના શાસનની જાળવણી કરવા, જાહેર શાંતિ અને સંવેદનાના હેતુસર તેમણે ટ્રસ્ટને મિલકતનો કબજો પરત સુપરત કરવો જ જોઇએ અને જો ટ્રસ્ટ તેની મિલકતોથી અળગા થવાની ઇચ્છા ધરાવતું હોય તો તેમણે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ-1950ની જોગવાઈ અનુસાર યોગ્ય પ્રક્રિયા – કાર્યવાહી કરવી જોઈએ.

 

23 પાનાંના ચુકાદામાં ચેરિટી કમિશનરે વધુમાં નિરીક્ષણ કર્યું છે કે સર્વે નં. 138, 322, 323, 324, 237-1, 230,231, 234, 232, 233 અને 229 હેઠળની ટ્રસ્ટની મિલકત સાથે સંકળાયેલા કોઇપણ દસ્તાવેજીકરણ – લીઝ કરાર અને ભાડા સુરક્ષા કરાર હોય તો એ ટ્રસ્ટના કાયદાની વૈધાનિક જોગવાઈઓનું સંપૂર્ણતઃ ઉલ્લંઘન કરી રહ્યા છે

અને આથી એવું ઠરાવવામાં આવે છે કે આ મિલકતોના વેચાણ સિવાય બીજું કશું નથી.

ટ્રસ્ટીઓ તેમ જ સલાહકારોએ ચેરિટી કમિશનરની પૂર્વમંજૂરી મેળવવા માટે ચેરિટી કમિશનરનો સંપર્ક કરવાનું ઇરાદાપૂર્વક ટાળ્યું છે

અને તેથી સમગ્ર લેવડદેવડ અને વ્યવહાર અનઅધિકૃત છે,

તેથી એનામાં કોઈપણ પ્રકારનું કાનૂની બળ નથી અને તેથી એનો અમલ થઇ શકે નહીં. અથવા અમલ થવાને પાત્ર નથી.

ચુકાદામાં વધુમાં નોંધ્યું છે કે કલેકટર સત્તાવાળાઓ અને મ્યુનિ. કોર્પોરેશન યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે

અને તેઓ કોઈપણ પ્રકારની એન્ટ્રી નહીં કરવા માટે પણ સ્વતંત્ર છે

અને યોગ્ય પ્રક્રિયા અને કાર્યવાહી હાથ ધરીને જો કોઈ જરૂરી એન્ટ્રી કરવામાં આવી હોય તોએતે રદ જ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp