મોબાઇલની દુકાનમાં સર્ચ, 8 કરોડની GSTની ચોરી પકડાઇ

પ્રતીકાત્મક તસવીર:મોબાઇલની દુકાનમાં સર્ચ, 8 કરોડની GSTની ચોરી પકડાઇ

મોબાઇલની દુકાનમાં સર્ચ, 8 કરોડની GSTની ચોરી પકડાઇ

પ્રતીકાત્મક તસવીર:મોબાઇલની દુકાનમાં સર્ચ, 8 કરોડની GSTની ચોરી પકડાઇ
પ્રતીકાત્મક તસવીર:મોબાઇલની દુકાનમાં સર્ચ, 8 કરોડની GSTની ચોરી પકડાઇ

 

અલકાપુરી વિસ્તારમાં આવેલી આર.એ. લીંક નામની મોબાઇલ ફોનની દુકાનમાં જીએસટી દ્વારા સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની કર ચોરી જણાઇ આવતાં દુકાન માલિકની ધરપકડ કરવામાં આવી હતી.

દુકાન માલિકને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં દુકાન માલિકને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

સેન્ટ્રલ જીએસટી વિભાગે વિન્ડસર પ્લાઝામાં આવેલી દુકાનમાં તપાસ હાથ ધરી હતી.

મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ સામાનનું વેંચાણ કરતી દુકાનમાં તપાસ દરમિયાન જીએસટીની ચોરી થઇ હોવાનું ખુલવા પામ્યું હતું.

તપાસમાં જુના તેમજ નવા મોબાઇલ ફોન બીલ વગર જ વેચવામાં આવતાં હોવાનું ખુલવા પામ્યું હતું.

તપાસમાં 8.49 કરોડની જીએસટી ચોરી થઇ હોવાનું જણાતાં જીએસટી વિભાગે પુષ્પક હરીશ મખીજાનીની ધરપકડ કરી હતી.

આજે તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા.

સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, પુષ્પક મખીજાની સામે કરોડોના જીએસટી ચોરીનો આક્ષેપ છે.

જો તેને મુક્ત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડા કરશે.

ન્યાયાધીશે પુષ્પક મખીજાનીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp