દાહોદના ખરોદામાં સાગમટે 300 પશુઓને લમ્પીની રસી મુકાઇ

દાહોદ જિલ્લામાં લમ્પી વાઈરસના પગપેસારાના પગલે પશુ પાલન વિભાગ પણ એલર્ટ બન્યું છે.
દાહોદ તાલુકાના ખરોદા ગામે 300 જેટલા પશુઓને લમ્પી વાઈરલની સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ગાયો લમ્પીનો ભોગ બની રહી છે
સમગ્ર ગુજરાતમાં હાલ લમ્પી વાઈરસે મુંગા પશુઓને પોતાના ભરડામાં લીધો છે.
ઘણા પશુઓના મોત પણ નીપજ્યાં છે.
ત્યારે પરિસ્થિતીને પહોંચી વળવા સરકાર દ્વારા તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે.
દાહોદ જિલ્લાના ગામડાઓમા કેસ નોંધાઈ રહ્યા છે
દાહોદ જિલ્લામાં પણ છેલ્લા એક મહિનાના સમયગાળા દરમ્યાન ઘણા પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાતાં પશુ પાલન વિભાગ એલર્ટ બન્યું છે.
અલગ અલગ 9 જેટલી ટીમો બનાવી પશુઓને લમ્પી લાઈરસની સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણનો આરંભ કરી દેવામાં આવ્યો હતો.
જા હાલમાં પણ ચાલી રહ્યો છે.
ખરોદામા મેગા ડ્રાઈવ કરવામા આવી
દાહોદ તાલુકાના ખરોદા ગામે લમ્પી વાઈરસથી પશુઓને રક્ષણ મળી રહે તે માટે 300 જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના અલગ તાલુકાના ગામોમાં પણ પશુઓમાં લમ્પી વાયરસના કેસોને લઈને ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.
દાહોદ શહેરમા પણ કેટલીક રખડતી ગાયોમાં પણ લમ્પી વાયરસના લક્ષણો જોવા મળે છે
પરંતુ જિલ્લામા સ્થિતિ નિયંત્રણ હોવાનુ તંત્ર દ્વારા જણાવવામા આવી રહ્યુ છે.