થાનગઢ પોલીસની મનમાની સામે વકીલોએ મોરચો ખોલી હડતાળ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર:થાનગઢ પોલીસની મનમાની સામે વકીલોએ મોરચો ખોલી હડતાળ શરૂ કરી

થાનગઢ પોલીસની મનમાની સામે વકીલોએ મોરચો ખોલી હડતાળ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર:થાનગઢ પોલીસની મનમાની સામે વકીલોએ મોરચો ખોલી હડતાળ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર:થાનગઢ પોલીસની મનમાની સામે વકીલોએ મોરચો ખોલી હડતાળ શરૂ કરી

 

સુરેન્દ્રનગરના થાન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વકીલો સાથે યોગ્ય વર્તન ન કરતો હોવાનો વકીલોએ આક્ષેપ કર્યો છે.

નારાજ થયેલા વકીલો હડતાળ પર ઉતરી ગયા છે.

લોકોને પોલીસ સ્ટેશન આવવાની ના પાડી પોલીસ બંધારણનું અપમાન કરી રહી હોવાનો વકીલો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

થાન બાર એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ સોલંકી, ઉપપ્રમુખ વિજયભાઈ દાણા, સદસ્ય અશ્વિન રાઠોડ, જે.ડી.ચાવડા ,ભવદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ

થાનગઢમાં કોઈપણ ફરિયાદી કે વકીલો પોતાના અસીલ સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા જાય ત્યારે થાન પી.આઇ.- આઇ.બી.વલવી, પી.એસ.આઇ. મલ્હોત્રા તથા પોલીસ કોન્સ્ટેબલ નટુભાઈ વગેરે સહિતના કર્મચારીઓ પોલીસ મથક જાણે કે પોતાની માલિકીની સંપતિ હોય

તેમ પ્રજાજનોને પોલીસ મથકે આવવાની ના પાડી બંધારણનું અપમાન કરી રહ્યા હોવાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો.

કારણ કે, પોલીસ મથકે કોઈની માલિકીની સંપત્તિ નથી. પોલીસ મથકના કોઈપણ અધિકારી કે કર્મચારી કોઈને આવવા કે જવાની ના પાડી શકે નહી.

પરંતુ બંધારણનું અપમાન કરી બંને અધિકારીઓ તથા કર્મચારીઓ ફરિયાદીઓની ફરિયાદ લેતા નથી.

તેમજ ફરિયાદી વકીલને સાથે લઈને પોલીસ સ્ટેશન જઈએ તો પી.એસ.ઓ રિસિવ કોપી કરી આપતા નથીને કહે છે કે, વકીલોને પોલીસ સ્ટેશન આવું નહીં,

નહીંતર કાયદા વિભાગમાં કહીને સનદ રદ કરી દેશું ત્યારે પોલીસ મથકની માલિકી બાબતનો વિવાદ ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

થાન બાર એસોસિએશનના હોદેદારોના જણાવ્યા મુજબ, થાનગઢમાં કોઈપણ ફરિયાદી કે વકીલો પોતાના અસીલ સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા જાય

ત્યારે થાન પી.આઇ.-આઇ.બી.વલવી અને પી.એસ.આઇ. મલ્હોત્રા તથા પોલીસ કોન્સ્ટેબલ નટુભાઈ વગેરે સહિતના કર્મચારીઓ પોલીસ મથક જાણે કે પોતાની માલિકીનું હોય તેમ પ્રજાજનોને પોલીસ મથકે આવવાની ના પાડી બંધારણનું અપમાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp