સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વ.સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વ.સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.21થી 27 સપ્ટેમ્બર સુધી સવારે 10 કલાકથી રાત્રિના 10 કલાક સુધી સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ જોરાવરનગર ખાતે નવરાત્રી મેળો યોજાશે.
જેમાં સ્વ.સહાય જૂથ દ્વારા ઉત્પાદિત હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટની ચણિયા ચોળી, ગૃહ સુશોભનની વસ્તુઓ, પટોળા જેવી પ્રોડક્ટો વેચાણ અર્થે ઉપલબ્ધ હશે.
સવારે 10થી રાત્રીના 10 સુધી મેળો ખુલ્લો રહેશે
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત સ્વ.સહાય જૂથોના સભ્યો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના વેચાણ અર્થે જિલ્લા કક્ષાએ નવરાત્રીની ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુથી તા. 21/09/22 થી 27/09/22 દરમિયાન સ્વામી વિવેકાનંદ કોમ્યુનીટી હોલ,
જોરાવરનગર ખાતે સવારે 10 કલાકથી રાત્રીના 10 કલાક સુધી નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મેળાની મુલાકાત લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો
આ મેળો દિન -7 સુધી યોજાનાર હોઈ જિલ્લાની જાહેર જનતાને મેળાની મુલાકાત લઈ ગ્રામિણ મહિલાઓને પ્રોત્સાહન મેળે તે હેતુથી અનુકુળ ચીજ-વસ્તુઓની ખરીદી કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્વ.સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટની વિવિધ પ્રોડક્ટો જેવી કે ચણિયાચોળી, કટલેરી, પગલુછણીયા, ખાદીની વસ્તુઓ, દોરી વર્ક, ગૃહ સુશોભનની વસ્તુઓ, ચાદર, કચ્છી વર્ક, તોરણ, ઝુમર, પટોળા અને ગાલીચા વેંચાણ અર્થે આ નવરાત્રી મેળામાં ઉપલબ્ધ હશે.
આથી આ મેળાની મુલાકાત લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.