દાહોદ જિલ્લામાં પખવાડિયામાં બે મનોદિવ્યાંગ સાથે દુષ્કર્મ થતાં રોષ

દાહોદ જિલ્લામાં પખવાડિયામાં બે દિવ્યાંગ બહેનો સાથે દુષ્કર્મની ઘટના સામે વિરોધ વ્યક્ત કરીને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના સભ્યો દ્વારા કલેક્ટર અને એસ.પીને આવેદન આપવામાં આવ્યા હતાં.
ગરબાડા તાલુકામાં બનેલી ઘટનામાં ફરાર આરોપીને તાત્કાલિક અસરથી પકડવાની માગ પણ કરાઇ હતી.
દાહોદની બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના યુસુફી કાપડિયા, ડો.નગેન્દ્રનાથ નાગર સહિતના સભ્યોએ આપેલા આવેદનમાં જણાવાયુ હતું કે,ગત સપ્તાહમાં બનેલી બે ઘટનોથી દિવ્યાંગ ભાઈ-બહેનો અત્યંત વ્યથિત છે.
ગત અઠવાડિયે ગરબાડા તાલુકામાં અને દાહોદ શહેર ખાતે મનોદિવ્યાંગ દીકરીઓ સાથે દુષ્કર્મની જે ઘટના બની છે.
તેનાથી દાહોદ જિલ્લાના સમગ્ર દિવ્યાંગ ભાઈ-બહેન તેમજ ટ્રસ્ટી મંડળ ખુબજ દુ:ખી અને વ્યથિત છે.
બંને બહેનો સાથે બનેલ ઘટનાઓના કુસુરવારોને કઠોરમાં કઠોર સજા થાય અને સમાજમાં આવી દિવ્યાંગ બહેનો સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૌની લાગણી છે .
જેથી કરીને સમાજમાં એક ઉદાહરણ પ્રસ્થાપિત કરી શકાય. ગરબાડા તાલુકાની ઘટનામાં કસુરવારા હાલ સુધી પકડાયો નથી.
જેને ઝડપથી પકડી બંને કુસુરવારોને સખ્તમાં સખ્ત સજા થાય તેવી કાયદાકીય જોગવાઈ કરવાની અરજ કરવામાં આવી હતી.